અમદાવાદઃ કોરોના મહામારીને લઈને આ વર્ષે ગણેશ ચતુર્થી ઉપર જાણે ગ્રહણ લાગ્યું તેમ દેખાઈ રહયુ છે. આ વર્ષે ગણેશ મૂર્તિઓના વેચાણ કેન્દ્ર પણ ભીડ ઓછી જોવા મળી છે. તો સોશિયલ ડિસ્ટન્સ સાથે જ લોકોએ પોતાના ઘરમાં મૂર્તિ સ્થાપિત કરીને આરાધના કરવાની રહેશે તથા બે ફૂટની માટીની મૂર્તિની સ્થાપના લોકોએ કરવાની રહેશે તે અંગે અમદાવાદ શહેર પોલીસ કમિશનરે પણ જાહેરનામું બહાર પાડ્યું છે.
અમદાવાદ: ગણેશ ચતુર્થીને લઈને પોલીસનું જાહેરનામું કઈ રીતે કરવાનું રહેશે પાલન જાણો આ વખતે લોકોએ વિસર્જન પણ ઘરમાં જ કરવાનું રહેશે. તેમાં પણ સોશિયલ ડીસ્ટન જાળવવાનું રહેશે. સાથે સાથે નદી તળાવ કે અન્ય કોઇપણ જાહેર જગ્યા ઉપર વિસર્જનના કરવા માટે પોલીસ દ્વારા હુકમ કરાવે છે. વિસર્જન કરતી વખતે પણ કોઈપણ રેલી કે ઢોલ નગારા સાથે ન કરવું. તેમ જ કોઈપણ મંડપ કે પંડાલ કે ડીજે પણ ન લગાવવું. આ તમામ બાબતો ઉપર વોચ રાખવા માટે તેમને પણ જવાબદારી સોંપાઈ છે.અમદાવાદ: ગણેશ ચતુર્થીને લઈને પોલીસનું જાહેરનામું કઈ રીતે કરવાનું રહેશે પાલન જાણો દર વર્ષની જેમ આ વર્ષે પણ જાહેર કાર્યક્રમને લઇને પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવશે. પોલીસ દ્વારા પેટ્રોલિંગ પણ કરવામાં આવશે અને નદી કિનારાના આજુબાજુના વિસ્તારોમાં પણ પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવશે.