ETV Bharat / city

અમદાવાદ જિલ્લા પંચાયતે તમામ તાલુકાઓમાં હેન્ડ સેનિટાઇઝર અને માસ્કનો જથ્થો રવાના કર્યો - અમદાવાદ

નોવેલ કોરોના વાઈરસના સંક્રમણને ધ્યાનમાં લઇ અમદાવાદ જિલ્લા પંચાયતે જિલ્લાના તમામ તાલુકાઓમાં 50,000થી વધારે હેન્ડ સેનિટાઇઝર અને માસ્કનો જથ્થો રવાના કરવામાં આવ્યો છે. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં હેલ્થ વકર્સ દ્વારા આ વસ્તુઓનું વિતરણ કરવામાં આવશે.

અમદાવાદ જિલ્લા પંચાયતે તમામ તાલુકાઓમાં હેન્ડ સેનિટાઇઝર અને માસ્કનો જથ્થો રવાના કર્યો

author img

By

Published : Mar 23, 2020, 8:26 PM IST

અમદાવાદઃ નોવેલ કોરોના વાઈરસના સંક્રમણને ધ્યાનમાં લઇ અમદાવાદ જિલ્લા પંચાયતે જિલ્લાના તમામ તાલુકાઓમાં 50 હજારથી વધારે હેન્ડ સેનિટાઇઝર અને માસ્કનો જથ્થો રવાના કરવામાં આવ્યો છે. અમદાવાદ- જિલ્લા વિકાસ અધિકારી અરુણ મહેશ બાબુએ આ અંગેની વિગતો આપતાં જણાવ્યું કે, જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં હેલ્થ વકર્સ દ્વારા આ વસ્તુઓનું વિતરણ કરવામાં આવશે.

કોરોના વાઇરસ સામે તકેદારીના ભાગરૂપે અમદાવાદ જિલ્લા વહીવટી તંત્રના 13 હજાર સેવાકર્મીઓ ગ્રામ્ય અને ઔડા વિસ્તારમાં ડોર ટુ ડોર સંપર્ક કરી રહ્યા છે. ખાસ કરીને 5 વર્ષ સુધીના બાળકો અને 60 વર્ષથી વધુ વય ધરાવતા લોકોનો સંપર્ક કરીને કોરોનાના લક્ષણો છે કે નહીં તે પૂછવામાં આવે છે. કારણ કે આ વયજૂથના લોકો વધુ વલ્નરેબલ(વધુ જોખમ ધરાવતા) હોય છે. જિલ્લાનું વહીવટીતંત્રએ તાલુકાઓમાં પણ આઇસોલેશન વોર્ડ અને ક્વોરેન્ટાઇન વોર્ડ તૈયાર કરવાની કવાયત હાથ ધરી છે.

જિલ્લા વહીવટી તંત્ર, કલેક્ટર કચેરી અને અમદાવાદ જિલ્લા પંચાયત દ્વારા ડેટાસેન્ટરમાંથી ફોન કરીને ટેલિફોનિક હેલ્થ સર્વે પણ હાથ ધરવામાં આવ્યો છે. હાલ મેડિકલ ટીમના 3200 લોકોનો સ્ટાફ ફિલ્ડમાં સતત કાર્યરત છે. વિદેશથી આવેલા લોકોને અલગ તારવી તેમની સઘન ચકાસણી કરવામાં આવી રહી છે.

અમદાવાદ જિલ્લા વહીવટીતંત્રએ આગોતરા આયોજનના ભાગરૂપે હોસ્પિટલોને આ મહામારી સામે સજ્જ કરી છે. જેમાં ખાનગી હોસ્પિટલ, ઇન્ડિયન મેડિકલ એસોસિઅન અને અમદાવાદ મેડિકલ એસોસિઅન, આયુર્વેદિક એસોસિએશન અને હોમિયોપેથી એસોસિએશનના સહકારથી તાત્કાલિક સારવાર મળી રહે તેવા પગલાં લેવામાં આવી રહ્યાં છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.