ETV Bharat / state

અમદાવાદ : મોતની આગ, જાણો શહેરમાં બનેલી આગની મોટી દુર્ઘટનાઓ વિશે...

author img

By

Published : Nov 4, 2020, 8:19 PM IST

Updated : Dec 9, 2020, 6:20 AM IST

અમદાવાદ શહેરના પીરાણા-પીપળજ રોડ પર આવેલી એક કેમિકલ ફેક્ટરીમાં બપોરે બ્લાસ્ટ બાદ આગની ઘટના બની હતી. જેમાં 12 લોકોના મોત થયા છે. આ દુર્ઘટનાના મૃતકોને મુખ્યપ્રધાન રૂપાણીએ મૃતકના પરિવારને 4 લાખની સહાયની જાહેરાત કરી છે. ત્યારે જાણો અમદાવાદ અને ગુજરાતમાં નોંધાયેલી અન્ય આગ દુર્ઘટનાઓ વિશે...

fire accidents in AHMEDABAD
fire accidents in AHMEDABAD

  • અમદાવાદમાં ફરી લાગી આગ
  • પીરાણા રોડ પર ફેકટરીમાં બ્લાસ્ટ
  • બોઈલર બ્લાસ્ટ થતાં લાગી હતી આગ
  • આગમાં 12 લોકોના મોત જવાબદાર કોણ??

અમદાવાદ : નાનુભાઈ એસ્ટેટના કેમિકલની એક ફેક્ટરીમાં બ્લાસ્ટ બાદ આગ લાગી હતી. બ્લાસ્ટ થતાની સાથે આસપાસના 9 ગોડાઉનને અસર થઈ હતી. જેમાંથી 3-4 ગોડાઉનની છત ધરાશાયી થઈ હતી. જે કારણે 25 લોકો ફસાયા હતા. જેમાંથી અત્યાર સુધીમાં 12 લોકોનાં મોત થઈ છે. જ્યારે 14 લોકોનું રેસ્કયૂ કરાયા છે. ગોડાઉન બટાભાઈ ભરવાડનું હોવાનું સામે આવ્યું છે. તેમને આ ગોડાઉન ભાડે આપ્યું હતું. પોલીસે કેમિકલના ગોડાઉનના માલિકની પૂછપરછ પણ કરી છે.

fire accidents in AHMEDABAD
મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ 4 લાખની સહાયની જાહેરાત કરી

મોતની આગ, મોડે મોડે જાગ્યા સત્તાધીશો

આ ફેક્ટરીની બાજુમાં કાપડની ફેકટરી આવેલી હતી. જ્યાં કેટલાક લોકો પેકિંગનું કામ કરતા હતા. કેમિકલ ફેકટરીમાં આગ લાગતાં કાપડ ફેક્ટરીનું ધાબું પડી ગયું અને બાજુની ફેકટરીની આગ કાપડની ફેકટરીમાં ફેલાઈ હતી. કાપડને કારણે આગ વધી હતી. જેમાં લોકો ગંભીર રીતે લોકો દાઝ્યા હતા.

  • Distressed to learn about the loss of lives in a fire that broke out in a godown in Ahmedabad, Gujarat. My thoughts and prayers are with the bereaved families. I wish speedy recovery for the injured.

    — President of India (@rashtrapatibhvn) November 4, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

અમદાવાદમાં સતત બનતી આગની ઘટનાઓ માટે જવાબદાર કોણ?

અમદાવાદ શહેરમાં અવારનવાર આગની ઘટના બનતી રહે છે. જેમાં અનેક લોકો જીવ ગુમાવે છે, પરંતુ અધિકારીઓ દ્વારા ફાયર સેફ્ટીને લઇ ફક્ત ચેકિંગ કરીને સંતોષ માની લેવામાં આવે છે અને દંડ ઉઘરાવી પોતાની કામગીરી પ્રત્યે સંતોષ વ્યકત કરે છે. ત્યારે હવે પીરાણા રોડ પર લાગેલી આગ માટે જવાબદાર લોકો સામે તંત્ર કેવા પગલા લેવામાં આવ્યા છે. તે જોવું રહ્યું...

  • અમદાવાદ ખાતે ગોડાઉનમાં થયેલ આગની ઘટનાથી જાનહાનીના સમાચારથી વ્યથિત છું. મૃતાત્માઓને શ્રદ્ધાંજલિ તથા ઈજાગ્રસ્તો ઝડપથી સ્વસ્થ થાય તે માટે પ્રાર્થના. સરકારીતંત્ર તથા અધિકારીઓ અસરગ્રસ્તોને તમામ શક્ય સહાય પૂરી પાડી રહ્યા છે.

    — Narendra Modi (@narendramodi) November 4, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

રાજ્યમાં સૌથી વધું આગ દુર્ઘટનાઓ અમદાવાદમાં નોંધાય છે. રાજ્યમાં વર્ષ 2017-2018 દરમિયાન કુલ 7,330 જેટલા આગ દુર્ઘટના બની હતી. રાજ્યની 31 ટકા આગ દુર્ઘટના અમદાવાદમાં નોંધાય છે. રાજ્યમાં સરેરાશ રોજનના 21 આગ દુર્ઘટના ઘટે છે. વર્ષ 2018-19 દરમિયાન અમદાવાદ ફાયર વિભાગને 2123 ફાયર કોલ મળ્યા હતા. અમદાવાદમાં ગત 3 વર્ષમાં આગ દુર્ઘટનામાં 35 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા

અમદાવાદ શહેરમાં વર્ષ 2017-18 દરમિયાન આગ દુર્ઘટનાઓમાં કુલ 35 લોકોના મોત થયા હતા. આ સાથે આગ દુર્ધટનાઓમાં કુલ 69.20 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. આ દુર્ઘટનાઓ દરમિયાન ફાયર વિભાગ દ્વારા કુલ 96 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. આ સાથે ફરાય વિભાગે 83.77 કરોડ રૂપિયાની માલ-મતા પણ બચાવી લીધી હતી.

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં સૌથી આધુનિક ઉપકરણો અમદાવાદ ફાયર વિભાગ પાસે છે. સમગ્ર રાજ્યમાં સૌથી સારી કામગીરી અમદાવાદ ફાયર વિભાગ દ્વારા કરવામાં આવે છે.

અમદાવાદમાં નોંધાયેલી આગ દુર્ઘટનાઓ

નવરંગપુરાની શ્રેય કોવિડ હોસ્પિટલની આગ દુર્ઘટના

  • નવરંગપુરા વિસ્તારમાં ખાતે આવેલી શ્રેય હોસ્પિટલમાં રાત્રિના 3.15 કલાકે આગ લાગી હતી.
  • જેમાં 8 કોરોના દર્દીના મૃત્યુ થયા હતા.

નંદન ડેનિમની આગ દુર્ઘટના

  • પીપળજ પીરાણા રોડ પર આવેલી ચીરીપાલ ગૃપની નંદન ડેનીમ કંપનીના શર્ટીંગ વિભાગના ભોયતળીયે અને પ્રથમ માળે આશરે 200 જેટલા કારીગરો કામ કરતા હતા.
  • શનિવારે સાંજે સાડા પાંચ પહેલા પોડક્શન વિભાગની છતમાં આગ લાગી હતી.
  • આગ જોઇને કારીગરો બુમો પાડી બહાર દોડવા લાગ્યા હતા અને પ્રથમ માળે સીડી પાસે જ આગ વધુ પ્રસરી જતાં કારીગરો બહાર નિકળી શક્યા ન હતા.
  • કંપનીના જનરલ મેનેજર જયેન્દ્ર રાજપુતે કંપનીના ફાયર વિભાગને જાણ કરતા તેમણે આગને કાબુમાં કરવા પ્રયત્ન હાથ ધર્યા હતા પણ આગ રાત્રીના 11 વાગ્યે કાબુમાં આવી હતી.
  • જ્યારે આગ લાગી તે યુનિટમાં કોઇ કામ ન કરતા હોવાનું જણાવ્યું હતું અને આ બેદરકારી બાદ જાણવા મળ્યું હતુ કે, આ આગમાં 7 કર્મચારીઓ આગમાં જ ફસાયા હતા અને ભડથૂ થઇ ગયા હતા.

લોટ્સ લેબલ ઇન્ડસ્ટ્રીઝની આગ દુર્ઘટના

  • ઓઢવ ખાતે આવેલી લોટ્સ લેબલ ઇન્ડસ્ટ્રીઝમાં આગ લાગી હતી.
  • જેમાં 3 કારીગરોના મોત થયા હતા.
  • આ આગને 14 ફાયર ફાઈટર દ્વારા કાબુમાં લેવામાં આવી હતી.

ગણેશ જિનેસિસ સ્કીમના ઈ-બ્લોકની આગ દુર્ઘટના

  • ગોતા-જગતપુર રોડ પર આવેલી ગણેશ જિનેસિસ સ્કીમના ઈ-બ્લોકમાં પાંચમા માળે આગ લાગી હતી.
  • આ આગ દુર્ઘટનામાં 2 લોકોનાં મોત થયા હતા.

રાજ્યમાં નોંધાયેલી અન્ય આગ લાગવાની ઘટના

સુરત : સરથાણા જકાતનાકા નજીક તક્ષશિલા આર્કેડ એપાર્ટમેન્ટ બીજા માળે ભીષણ આગ લાગી હતી. જેમાં અંદાજે 10 થી 12 લોકોએ જીવ બચાવવા કૂદકો માર્યો હતો. તેમજ 12 ફાયર ફાઈટરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. તેમજ આગને કાબૂમાં લેવાની કવાયત હાથ ધરાઈ છે. આગ લાગવાને કારણે 20 લોકોના મોત થયા હતા.

જામનગરઃ શહેરની જી.જી. હોસ્પિટલના ICU વિભાગમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ICU વિભાગમાં રહેલા 9 દર્દીઓને તાત્કાલિક અન્ય જગ્યાએ ખસેડવામાં આવ્યા હતા. જો કે, આગ એટલી ભીષણ હતી કે ધૂમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા.

Last Updated : Dec 9, 2020, 6:20 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.