ETV Bharat / city

Deputy Collector Mayank Patel ની ગંદી હરકત, અમદાવાદ સાયબર ક્રાઇમે ધરપકડ કરી

ભણતર સાથે ગણતર કદાચ ન પણ હોય તેવો અનુભવ કરાવતો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મોડાસા ડેપ્યૂટી કલેક્ટર મયંક પટેલની ( Deputy Collector Mayank Patel ) અમદાવાદ સાયબર ક્રાઈમે (Ahmedabad Cyber Crime Branch ) ધરપકડ કરી છે. મયંક પટેલની એક યુવતીને બીભત્સ મેસેજીસ કરવાના કેસમાં ધરપકડ કરવામાં આવી છે.

Deputy Collector Mayank Patel ની ગંદી હરકત, અમદાવાદ સાયબર ક્રાઇમે ધરપકડ કરી
Deputy Collector Mayank Patel ની ગંદી હરકત, અમદાવાદ સાયબર ક્રાઇમે ધરપકડ કરી
author img

By

Published : Nov 9, 2021, 6:08 PM IST

  • મોડાસાના ડેપ્યુટી કલેકટર મયંક પટેલની ધરપકડ
  • યુવતીને બીભત્સ ફોટો મોકલી હેરાન કરવાનો છે આક્ષેપ
  • એક વર્ષથી યુવતીને ડેપ્યૂટી કલેકટર બીભત્સ ફોટો- મેસેજ કરી કરતો પરેશાન

અમદાવાદઃ એક અત્યંત ચોંકાવનારી ઘટનામાં અરવલ્લી જિલ્લાના મોડાસામાં ડેપ્યુટી કલેક્ટર તરીકે ફરજ બજાવતા મયંક પટેલની ( Deputy Collector Mayank Patel ) અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાંચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. જેમાં આરોપી પર એક યુવતીને બિભત્સ ફોટોગ્રાફ તેમજ મેસેજ કરી તેને પરેશાન કરવાનો આરોપ લગાવ્યો છે. મયંક પટેલ છેલ્લા એક વર્ષથી યુવતીને પરેશાન કરતો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. ડે. કલેક્ટર અને ફરિયાદી યુવતી અગાઉ એકબીજાના પરિચયમાં આવ્યા હતાં. જોકે, ફોન નંબર્સની આપ-લે બાદ મયંક પટેલે યુવતીને ગંદા મેસેજ મોકલવાનું શરુ કરી દીધું હતું. ફરિયાદી યુવતી પોતે પણ સરકારી કર્મચારી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. યુવતીએ સાયબર ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવી હતી

ભોગ બનનાર યુવતી અને ડેપ્યુટી કલેકટર મયંક અગાઉ પરિચયમાં આવ્યાં હતાં

ફરિયાદી યુવતીનો એવો પણ આક્ષેપ છે કે, મયંક પટેલ ( Deputy Collector Mayank Patel ) માત્ર યુવતીને જ નહીં પરંતુ તેના પરિવારજનોને પણ આ જ પ્રકારના કૃત્ય દ્વારા પરેશાન કરતો હતો. આખરે મયંક દ્વારા અપાતો ત્રાસ સહન ન થતાં ભોગ બનનારી યુવતીએ અમદાવાદ ક્રાઈમ બ્રાંચમાં આ મામલે વિધિવત ફરિયાદ નોંધાવી હતી. જેના પર કાર્યવાહી હાથ ધરતા સાયબર ક્રાઈમ બ્રાંચ મોડાસાથી મયંક પટેલને પકડીને અમદાવાદ લઈ આવી હતી. આરોપીના મોબાઈલમાંથી તે યુવતીને બિભત્સ ફોટા અને મેસેજ મોકલતો હોવાના પુરાવા પણ મળી આવ્યા હોવાનું સૂત્રોના હવાલેથી જાણવા મળી રહ્યું છે.

પોલીસે સઘન તપાસ હાથ ધરી

પ્રાથમિક તપાસમાં મળેલી વિગતો અનુસાર મયંક પટેલ ( Deputy Collector Mayank Patel ) યુવતીના એકતરફી પ્રેમમાં હોવાની પણ પોલીસને શંકા છે. મયંક કેટલા સમયથી યુવતીના સંપર્કમાં હતો, તેને પરેશાન ક્યારથી કરતો હતો જેવી બાબતો પણ પોલીસ પોતાની તપાસમાં આવરી લેશે. અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાંચ પહેલા મયંક પટેલને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં લઈ ગઈ હતી. જ્યાં તેની કેટલીક પૂછપરછ કર્યા બાદ પોલીસ તેને લઈને અમદાવાદ આવવા નીકળી ગઈ હતી. મયંકે આવી રીતે અગાઉ બીજી કોઈ છોકરીને પરેશાન કરી છે કે કેમ તેમ મુદ્દા પર પણ તપાસ ચાલી રહી છે.

અધિકારી હોવાના નાતે ધાકધમકી પણ આપી હતી

2012થી સરકારી નોકરી કરી રહેલો મયંક પટેલ ( Deputy Collector Mayank Patel ) ડેપ્યુટી કલેક્ટર બનતાં પહેલાં બિનસચિવાલય ક્લાર્કથી લઈને નાયબ મામલતદાર તેમજ નાયબ સેક્શન અધિકારી તરીકે પણ ફરજ બજાવી ચૂક્યો છે. સૂત્રોનું માનીએ તો અધિકારી હોવાના નાતે આરોપી અવારનવાર યુવતીને ધમકી આપી પરેશાન કરતો હતો. હાલ પોલીસે તપાસ માટે તેનો ફોન પણ જપ્ત કર્યો છે.

આ પણ વાંચોઃ મોડાસામાં SDM દ્વારા માસ્ક -અપ ડ્રાઇવ યોજવામાં આવી

આ પણ વાંચોઃ અરવલ્લીમાં જિલ્લા કલેક્ટર દ્વારા રોજગાર વેબિનારનું આયોજન કરાયું

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.