અમદાવાદઃ જિલ્લામાં ક્રાઈમ બ્રાન્ચે એક આરોપીને ઝડપી પાડ્યો છે, જે હોલીવુડની ફિલ્મોથી પ્રેરાઈને ગુણને અંજામ આપતો હતો. જયેશ સોની નામના આરોપીએ 15થી વધુ ગુણને અંજામ આપ્યા છે. પેપરમાં નોકરીની જાહેરાત જોઈને આ આરોપી ઇન્ટરવ્યૂ આપવા પહોંચી જતો હતો, અને બોગસ પ્રોફાઈલ બતાવીને નોકરી મેળવી લેતો હતો. જે બાદ જે કંપનીમાં નોકરી કરતો હતો તે જ કંપનીના ચેક ચોરી લેતો હતો.
કંપનીના ચેક ચોરી કર્યા બાદ આરોપી નકલી સહી અને કંપનીનો સ્ટેમ્પ લગાવીને લાખોની ઠગાઈને અંજામ આપતો હતો. તેના આ કારસ્તાનમાં તેના પિતા પણ બરાબરનો ભાગ ભજવતા હતા. આરોપી જય સોનીએ 12 ધોરણ સુધીનો અભ્યાસ કરેલો છે. આરોપી હોલિવુડની ફિલ્મોથી પ્રેરાઈને માયાજાળ રચતો અને નકલી પ્રોફાઈલ બનાવીને કૌભાંડ અચરતો હતો. ક્રાઈમ બ્રાન્ચે પકડ્યા બાદ પૂછપરછમાં આરોપીએ અનેક ગુના કર્યા હોવાની કબૂલાત કરી છે. જેમાં અમદાવાદ, વડોદરા અને જયપુરમાં અલગ અલગ કંપનીઓમાં એક જ સરખી મોડ્સ ઓપરેન્ડી ઉપયોગ કરીને લાખોની ઠગાઈ કરી છે. હાલ આરોપી ક્રાઈમ બ્રાન્ચના સકંજામાં છે, જ્યારે તેના પિતાની તબિયત ખરાબ હોવાથી તે હોસ્પિટલમાં સારવાર મેળવી રહ્યાં છે. પકડાયેલા આરોપીની હિસ્ટ્રી અને મોડ્સ ઓપરેન્ડી એટલી ચોંકાવનારી છે કે તેનાથી તમામ કંપનીઓએ શીખ લેવાની જરૂર છે. કોઈ વ્યક્તિને નોકરી રાખતી સંસ્થાઓ અને કંપનીઓ માટે આ લાલબત્તી સમાન કિસ્સો છે.