- મોબાઈલ ફોનની ચોરી કરતા બે શખ્સોને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા
- આરોપીઓ પાસેથી 107 મોબાઇલ પોલીસે કબ્જે કર્યા
- દુકાનો તથા કન્સ્ટ્રકશન સાઇટ પર કરતા હતા ચોરી
અમદાવાદ : અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારમાં કન્સ્ટ્રકશન સાઇટ પર કામ કરતા મજૂરોના અને અન્ય દુકાનોમાંથી એક બે નહીં પણ 107 મોબાઈલ ફોનની ચોરી કરતા બે શખસોને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધા છે. તેમણે સેટેલાઇટ ,ઘાટલોડિયા, આનંદનગર,વસ્ત્રાપુર,બોપલ જેવા વિસ્તારોમાં ચોરી કરી હતી. આરોપીઓ પાસેથી ક્રાઇમ બ્રાન્ચે 107 મોબાઈલ ફોન કબજે કર્યા હતા.
આ પણ વાંચો : અમદાવાદ ગ્રામ્ય LCBએ મોબાઈલ દુકાનને ટાર્ગેટ બનાવી ફોન ચોરીના ગુન્હા આચરતા બે શખ્સોની ધરપકડ કરી
આરોપીએ જણાવી સઘળી હકીકત
ક્રાઇમબ્રાન્ચે આરોપીઓની સઘન પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે આરોપીઓ રોજ રીક્ષા લઈને શહેરની અંદર કન્સ્ટ્રક્શન સાઇટની રેકી કરતા હતા.ત્યાર બાદ વહેલી સવારે સાઇટ પર સુતા મજૂરોના મોબાઈલ ચોરી કરતા હતા.એટલું જ નહીં આરોપીઓ દિવસ દરમિયાન દુકાનોમાં ફરતા હતા અને દુકાનદારોની નજર ચૂકવીને તેમના ફોન ચોરી લેતા હતા.હાલ આરોપીઓ પાસે ગુનાની વિગત મેળવવું માટે પ્રયાસ હાથ ધરવામાં આવી છે.આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે કે નહીં તે અંગે વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.