અમદાવાદ: ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે કોરોનાની સારવાર માટે વપરાતા ટોસિલિઝુમેબ ઇન્જેક્શન જે કોરોના પોઝિટિવ દર્દીઓની સારવાર માટે વપરાય છે તેવા નકલી ઇન્જેક્શન બજારમાં વેંચતાં હોવાનું રાજ્યવ્યાપી કૌભાંડ ઝડપી પાડ્યું હતું. આ કૌભાંડમાં સુરતના સોહેલ તાઈ નામના યુવકની સંડોવણી સામે આવી હતી. આ મામલે અગાઉ વસ્ત્રાપુર પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી હતી. જે બાદ સમગ્ર મામલાની તપાસ ક્રાઇમ બ્રાન્ચને અપાઈ હતી. ક્રાઇમ બ્રાન્ચે આ મામલે વધુ 3 આરોપીઓની અટકાયત કરી હતી જેમાં સુરતના સોહેલ તાઈ તેમ જ અમદાવાદના બે ઇસમોની અટકાયત કરાઈ છે.
અમદાવાદમાં નકલી ઇન્જેક્શન કૌંભાંડ મામલે ક્રાઇમ બ્રાન્ચે વધુ 3ની અટકાયત કરી - અમદાવાદ પોલિસ
કોરોના વાઈરસની મહામારી વચ્ચે રાજ્યમાં નકલી ઇન્જેક્શન કૌભાંડ સામે આવ્યું હતું. જેમાં કોરોનાનાં દર્દીઓની સારવાર માટે વપરાતું ટોસિલિઝુમેબ ઇન્જેક્શનના નામે નકલી ઇન્જેક્શન વેચવાના કૌભાંડમાં ક્રાઇમબ્રાન્ચે વધુ વ્યક્તિની અટકાયત કરી છે. આ સાથે હવે પોલીસે કુલ 5 આરોપીઓની અટકાયત કરી છે.