અમદાવાદઃ જિલ્લામાં સરકારના અનેક પ્રયાસ બાદ કોરોના વાઇરસના કેસમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. તો મહારાષ્ટ્ર બાદ ગુજરાતના સૌથી વધુ કેસ નોંધાયા છે અને ખાસ કરીને અમદાવાદમાં દર્દીઓની સંખ્યા ચિંતાજનક રીતે વધી રહી છે, સાથે સાથે મૃત્યુ આંક પણ વધી રહ્યો છે. શહેરમાં હાટકેશ્વર ભાઈપુરા વોર્ડના કોર્પોરેટર કે જે ત્રણ ટમથી વિજેતા બનીને સેવા કરતા હતા અને AMC ભાજપના વર્તમાન કોર્પોરેટર ગયાપ્રસાદ કનોજિયાનું SVP હોસ્પિટલમાં કોરોનાની સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
કોરોનાના કહેરની વચ્ચે લોકસેવામાં સતત કાર્યરત રહેતા કોર્પોરેટરને સપ્તાહ પહેલા સાથી મહેશ પટેલે અચાનક તબિયત લથડતા SVPમાં 1 જૂન દરમિયાન સારવાર માટે ICU માં દાખલ કરાવ્યા હતા. સારવાર બાદ તેમનું મોત નિપજ્યું છે.
મહત્ત્વનું છે કે, રાજ્યમાં અનલૉક-1 જાહેર થયાને 13 દિવસ થયાં છે, ત્યા અત્યાર સુધીમાં સતત ચોથી વખત કોરોનાના નવા કેસ 500થી વધારે નોંધાયા છે. સૌ પ્રથમ વખત 5 જૂન 510 કેસ નોંધાયા હતા. તો 10 જૂનના રોજ ફરી 510 કેસ નોંધાયા હતા. ત્યારબાદ બીજા દિવસે 11 તારીખે 513 અને 13 જૂનના રોજ 517 કેસ નવા નોંધાયા હતા. તો આજે ફરીવાર 511 નવા કેસ નોંધાયા છે.
અમદાવાદના કોર્પોરેટર ગયાપ્રસાદ કનોજિયાનું કોવિડ-19ના કારણે નિધન - કોરોના ન્યૂઝ ગુજરાત
અમદાવાદમાં સરકારના અનેક પ્રયાસ બાદ કોરોના વાઇરસના કેસમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. સાથે સાથે મૃત્યુ આંક પણ વધી રહ્યો છે. AMC ભાજપના વર્તમાન કોર્પોરેટર ગયાપ્રસાદ કનોજિયાનું SVP હોસ્પિટલમાં કોરોનાની સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.