અમદાવાદઃ વડાપ્રધાન મોદી દ્વારા કેશલેસ અને મેક ઇન ઇન્ડીયા અભિયાન હાથ (AMC Rebate Scheme) ધરાવામાં આવ્યું હતુ. જેના પગલે અમદાવાદ કોર્પોરેશન દ્વારા પણ જનતા વધુમાં વધુ ટેક્સ ઓનલાઇન ટેક્સ ભરતા થાય તે હેતુથી ઓનલાઇન તેમજ એડવાન્સ ટેક્સ (Advance Tax AMC) ભરનાર લોકોને ખાસ રીબેટ યોજના લાગુ કરવામાં આવી હતી. જેના પગલે લગભગ 55 ટકા જેટલા લોકોએ આ રીબેટ યોજનાનો લાભ લીધો હતો.
ક્યારથી લાગુ કરવામાં આવી : અમદાવાદ કોર્પોરેશન દ્વારા વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ ડિઝીટલ પેમેન્ટ અને એડવાન્સ ટેક્સ ચુકવણી કરવા માટે ખાસ એક પ્રકારની રીબેટ યોજના 22 એપ્રિલ 2022 થી 21 જુલાઇ 2022 એટલે કે ત્રણ મહિના સુધી લાગુ કરવામાં આવી હતી. જેમાં સૌપ્રથમ ડિઝીટલ પેમેન્ટ કરવામાં આવે તો પહેલા મહિને 11 ટકા, બીજા મહિને 10 અને ત્રીજા મહિને 9 ટકા રીબેટ આપવામાં આવ્યુ હતું. Ahmedabad Corporation Revenue Department
કેટલો ટેક્સ આવ્યો : અમદાવાદ કોર્પોરેશન દ્વારા જે રીબેટ યોજના લાગુ કરવામાં આવી હતી, તેમા માત્ર ત્રણ મહિનામાં 531 કરોડ જેટલો જંગી ટેક્સ રીબેટ યોજનાથી આવ્યો હતો. આ રીબેટ યોજનાનો લાભ અંદાજિત 5.50 લોકોએ લીધો હતો. જેમાં લગભગ 55 ટકા પેમેન્ટ ઓનલાઇન માધ્યમથી કરવામાં આવ્યું હતું. અમદાવાદ કોર્પોરેશન દ્વારા આ રીબેટ યોજનાથી લગભગ 41 કરોડ જેટલું રીબેટ અમદાવાદ શહેરની જનતાને આપવામાં આવ્યુ હતું. આ ઉપરાંત, વીજળી બચત થાય તે હેતુથી સોલર રુફટોપ પણ રીબેટ યોજના (Solar rooftop rebate scheme) લાગું કરવામાં આવી હતી, જેમાં હજુ સુધી 52 જેટલી અરજી આવી છે.
નવા ભળેલા વિસ્તારમાંથી ટેક્સ આવ્યો : અમદાવાદ કોર્પોરેશન દ્વારા તાજેતરમાં ભળેલા બોપલ અને ઘુમા પણ ખાસ અલગ પ્રકારની રીબેટ યોજના લાગુ કરવામાં આવી હતી. બોપન ઘુમા આવેલા ટેકસની વાત કરવામાં આવે તો 2021-22 માં 7.57 કરોડ, 2022-23માં 4.93 એમ કુલ મળીને કુલ 12.50 કરોડ જેટલો ટેક્સ અમદાવાદ કોર્પોરેશનમાં ભળેલા બોપલ અને ઘુમામાંથી પ્રાપ્ત થયો હતો.
ટેક્સ ન ભરનાર સામે કાર્યવાહી : અમદાવાદ કોર્પોરેશન ટેક્સ વિભાગમાં હજુ સુધી ટેક્સ ભરવામાં આવ્યો નથી, તેના પર કાર્યવાહી કરવામાં આવશે. જેમાં કોમર્શિયલ ઓફિસ હોય કે દુકાન, તમામ લોકોની દુકાન સીલ કરવામાં આવી છે. અત્યાર સુધી 886 જેટલી મિલકતો પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. આવનાર સમયમાં હજુ પણ આ મિલકતનાં આંકડામાં વધારો થઇ શકે છે. આ સાથે જે પણ લોકો દ્વારા ટેક્સ ભરી દેવામાં આવે છે. તેને ફરીવાર પોતાનો વ્યવસાય શરુ કરવાની પરમિશન આપવામાં આવે છે.
75 ટકા વ્યાજમાં રાહત : દેશમાં આઝાદીના 75 વર્ષની ઉજવણી ભાગ રૂપે અમદાવાદ કોર્પોરેશન દ્વારા આગામી 75 દિવસ સુધી જે પણ કરદાતાને ટેક્સ ભરવાનો બાકી છે. તેવા લોકો ટેક્સ વ્યાજમા 75 ટકા રાહત આપવાનો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં કારદાતાએ માત્ર સાદું વ્યાજ ભરવાનું રહેશે, તેનો મહત્વનો નિર્ણય કોર્પોરેશનના રેવન્યુ વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે.