અમદાવાદ અમદાવાદ શહેરમાં છેલ્લા ત્રણ માસથી રખડતા ઢોરનું પ્રમાણ ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળી આવતું હતું. જેના કારણે અવારનવાર અકસ્માત થતા હતા. ગુજરાત હાઇકોર્ટની ઝાટકણીની બાદ અમદાવાદ કોર્પોરેશન (Ahmedabad Corporation Committee meeting )દ્વારા અલગ અલગ ટીમો બનાવીને રખડતા ઢોરને પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પરંતુ અમદાવાદ કોર્પોરેશન હસ્તક આવેલ પાંજરાપોળ ફુલ થઈ જતા હાલ રખડતા ઢોર પકવાને કામગીરી ( slowed down operation of catching stray animals ) ગોકળગાયની ગતિએ કરવામાં આવી રહી છે.
રખડતા પશુ પકડવાની કામગીરી ધીમી બની અમદાવાદ કોર્પોરેશન આવેલ બાકરોલ અને દાણીલીમડાના પાંજરાપોળમાં ફૂલ થઈ જતા અમદાવાદ શહેરમાં રખડતા ઢોરની કામગીરી આગામી થોડાક સમય માટે ધીમી ગતિએ કરવામાં આવી છે. પહેલા જે દૈનિક 150 જેટલા રખડતા પશુઓને પકડવામાં આવતા હતાં. તેની જગ્યાએ હવે દૈનિક 70 જ પકડવામાં આવી રહ્યા છે. આગામી 10 દિવસમાં નવા 3 પાંજરાપોળ તૈયાર કરવાની સૂચના ( Decision on stray animals and food checking ) આપવામાં આવી છે.
બીમાર ગાય રોડ પર જોવા મળે છે વધુમાં જણાવ્યું હતું કે અમદાવાદ કોર્પોરેશન જે પણ રખડતી ગાયો રસ્તા ઉપર મળે છે. તે ગાય બીમાર, હાલત નાજુક અને ઉંમરલાયક મળી આવે છે. તેથી તેની યોગ્ય સારવાર મળી રહે તે માટે કોર્પોરેશન તૈયારી કરી રહ્યું છે.તેના માટે યોગ્ય ડોક્ટર અને રોગને અનુરૂપ દવાઓનો સ્ટોક પણ પૂરતો કરવામાં આવ્યો છે. હાલમાં એક ગાય દીઠ 13 કિલો ઘાસચારો આપવામાં આવે છે. દાણીલીમડામાં 3,300 અને બાકરોલમાં 1500 ગાય પાંજરાપોળમાં છે. આગામી સમયમાં નવા ત્રણ પાંજરાપોળ તૈયાર થતાં જ કામગીરી શરૂ કરવામાં આવશે.
ખાણીપીણીના બજારો પર સઘન ચેકિંગ તહેવારોની શરૂઆત થઈ ગઈ હોવાથી અમદાવાદ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા ખાણીપીણીના સ્ટોલ ઉપર શુક્રવારથી જ સઘન ચેકિંગ ( AMC checking food ) હાથ ધરવામાં આવશે. જેમાં દૂધ, વધારે પ્રમાણમાં કલર અને ગરમ મસાલાનું ચેકિંગ સ્થળ ઉપર જ કરીને યોગ્ય પ્રમાણમાં જોવા નહીં મળે તો દંડ કરવામાં આવશે. આ ઉપરાંત અન્ય ફૂડનું સેમ્પલ લઈને તે ચેકિંગ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવશે.
ફૂડ ઝોન ઓફિસરને ઝોનમાં બેસવાની સૂચના હાલમાં ફૂડ ઝોનના ઓફિસરોએ ગીતામંદિર ખાતે આવેલ આરોગ્ય વિભાગ ખાતે જ બેસવામાં આવતું હતું. ફૂડ ચેકિંગ ( AMC checking food ) કામગીરી વધુ ઝડપી થાય તે માટે આજની કમિટીમાં ઓફિસરોને આરોગ્ય વિભાગ નહીં પરંતુ તમામ ઝોન ઓફિસમાં બેસવાની સૂચના આપવામાં આવી છે.