- અમદાવાદ મ્યુનિસપિલ કોર્પોરેશનને કોરોના ફળ્યો
- 1122 કરોડનો પ્રોપર્ટી ટેક્સ વસૂલ કરાયો
- 13 હજાર જેટલી મિલકતોને ટેક્સ બાકી હોવાના કારણે કરાઈ સીલ
અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના ઈતિહાસમાં પ્રોપર્ટી ટેક્સની આવક ત્યારે આટલી થઈ નથી આ પ્રોપર્ટી ટેક્સની આવક ગત વર્ષ કરતાં 48.5 કરોડ વધુ છે મહત્વનું છે કે કોર્પોરેશને પ્રોપર્ટી ટેક્સ બાકી હોય તેવી 13 હજાર જેટલી મિલ્કતોને સીલ કરી હતી.
આ પણ વાંચો : પ્રોપર્ટી ટેક્સ નહીં ભરનાર સામે અમદાવાદ મનપાની લાલ આંખ, મિલકતો કરી સીલ
ઇતિહાસના તમામ પ્રોપર્ટી ટેક્સની આવકનાં રેકોર્ડ તોડી નાંખ્યા
ગઈકાલે બુધવારે પૂર્ણ થયેલા નાણાકીય વર્ષ 2020- 21 દરમિયાન મુદ્દો કોર્પોરેશન પ્રોપર્ટી ટેક્સ 1122 કરોડની આવક થઈ છે. લોકોની આવક અને રોજગારીમાં ગાબડા પડયા હતા. તેમ છતાં કોર્પોરેશન પ્રોપર્ટી ટેક્સની આવકનાં મુદ્દે ઇતિહાસના તમામ પ્રોપર્ટી ટેક્સની આવકનાં રેકોર્ડ તોડી નાંખ્યા છે અને આ વર્ષે 1122 કરોડનો આંકડો પાર થઈ ચૂક્યો છે.
ગત વર્ષ 42 કરોડની વધુ આવક નોંધાઈ
પ્રોપર્ટી ટેક્સ અને વેહિકલ ટેક્સ સાથે મળીને કુલ 1382 કરોડની આવક કોર્પોરેશન દ્વારા બતાવે છે, ત્યારે ગત વર્ષ 42 કરોડની વધુ આવક કોર્પોરેશનના ચોપડે નોંધાય છે.