ETV Bharat / city

Ahmedabad consumer court judgements: બિયારણ નિષ્ફળ જતા ખેડૂતને વ્યાજ સાથે વળતળ ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ

સાબરકાંઠાના એક ખેડૂત પરિવારે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડ એગ્રીકલ્ચર બિઝનેસ પાસે 7.5 લાખ રૂપિયાનું બિયારણ ખરીદ્યું હતું. બિયારણની ગુણવત્તા ઓછી હોવાને કારણે ખેડૂત પરિવારની લાંબા સમયની માવજત એળે ગઈ. આ સામે ગ્રાહક કોર્ટ (Sabarkatha farmer in consumer court)માં ફરિયાદ થતાં કોર્ટે ખેડૂતને થયેલા નુકસાનના 60 ટકા રકમ 7 ટકાના વ્યાજ સાથે ચૂકવવા બિયારણ કંપનીને આદેશ (Consumer court orders to pay compensation to farmer in sabarkatha) કર્યો હતો.

Ahmedabad consumer court judgements: બિયારણ નિષ્ફળ જતા ખેડૂતને વ્યાજ સાથે વળતળ ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ
Ahmedabad consumer court judgements: બિયારણ નિષ્ફળ જતા ખેડૂતને વ્યાજ સાથે વળતળ ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ
author img

By

Published : Nov 29, 2021, 7:46 PM IST

  • અમદાવાદની ગ્રાહક તકરાર કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો
  • ખેડૂતે 7.5 લાખના બટાકાના બિયારણ લેતા 70 ટકા પાક નાશ પામ્યો
  • કોર્ટે નુકસાન થયાના 60 ટકા રકમ ચુકવવા કંપનીને આદેશ કર્યો

અમદાવાદ: તાલોદ જિલ્લાના જગદીશભાઈ પટેલ અને તેમનું પરિવાર માત્ર ખેતી ઉપર પોતાનું જીવન બસર કરે છે. કેટલાક સમય પહેલા તેમણે બટેકાના વાવેતર માટે 7.5 લાખનું બિયારણ ખરીદ્યું હતું. લાંબા સમયથી બટેકાના પાકની માવજત કરી તેમાં સિંચાઈ, ખાતર સાથે અન્ય ખર્ચાઓ થઈ કુલ 17 લાખ 40 હજાર 375 રૂપિયાનો ખર્ચ કર્યો છતાં, ખેતી નિષ્ફળ ગઈ. પાકની સંપૂર્ણ કાળજી લીધા બાદ પણ 500 મણના ઉત્પાદનને બદલે માત્ર 100 મણ બટાકાનું ઉત્પાદન થયું. અંતે ખેડૂતે જિલ્લાના એગ્રીકલ્ચર ઓફિસરની મદદ લઈ તેમને પાક નિષ્ફળ જવાનું કારણ પૂછ્યું, જેમાં બિયારણની ગુણવત્તા ઓછી હોવાનું ફળીભૂત થયું.

Ahmedabad consumer court judgements: બિયારણ નિષ્ફળ જતા ખેડૂતને વ્યાજ સાથે વળતળ ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ

શું કહે છે એડવોકેટ હેમકલાબેન શાહ?

ખેડૂત તરફથી ગ્રાહક કોર્ટ (Sabarkatha farmer in consumer court)માં તેમનો પક્ષ રજૂ કરતા એડવોકેટ હેમકલાબેન શાહે ETV BHARATને જણાવ્યું હતું કે, ખેડૂતે 10.30 વીઘામાં બટાકાની ખેતી કરવા માટે બિયારણ લીધુ પણ પાક નિષ્ફળ જતાં તેમણે ખેતીવાડી અધિકારીનો સંપર્ક કર્યો. અધિકારીએ પરીક્ષણ કરી નિદાન કર્યું કે, ખેડૂતનો 70 ટકા પાક નુકસાન ગયો છે. ખેડૂતએ આ વિશે બિયારણની કંપનીને જાણ કરતા કંપનીએ પંજાબમાં પાકનું વાવેતર કર્યું અને તે પાક પણ નિષ્ફળ ગયો. ખેડૂતને કુલ 57 લાખનું નુકસાન થયું હતું. કોર્ટે ખેડૂતને થયેલ કુલ નુકસાનના 60 ટકા ફરિયાદ થયેથી 7 ટકા વ્યાજ સાથે ચૂકવી આપવા આદેશ કર્યો છે.

કોર્ટે ખેડૂતને થયેલા માનસિક ત્રાસના 50 હજાર પણ ચૂકવવા આદેશ કર્યો

ગ્રાહક કોર્ટે આદેશ કરતા જણાવ્યું હતું કે, જવાબદાર બિયારણની કંપનીએ ખેડૂતને થયેલા નુકસાનના 60 ટકા જેટલી રકમ અરજી કર્યાની તારીખથી 7 ટકા વ્યાજ સાથે ચૂકવી આપવા પડશે. આ સાથે ખેડૂતને થયેલ માનસિક ત્રાસના પણ 50 હજાર રૂપિયા તેમજ અરજી પેટે થયેલો ખર્ચ પણ રૂપિયા 10,000 ચૂકવવા કોર્ટે હુકમ (Ahmedabad consumer court judgements) કર્યો હતો. આ તમામ રકમ કોર્ટના આદેશ કર્યાના 45 દિવસની અંદર ચૂકવી આપવા પડશે.

આ પણ વાંચો: સાબરકાંઠાના હિંમતનગર વિસ્તારમાં કેળનો પાક નિષ્ફળ

આ પણ વાંચો: સાબરકાંઠા જિલ્લામાં પ્રથમ દિવસે જ વેક્સિન માટે લાગી લાઈનો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.