અમદાવાદઃ કોંગ્રેસના રાજસ્થાન ગયેલા ધારાસભ્યો અમદાવાદ આવી પહોંચ્યા છે, જ્યા ઉમેદ હોટલમાં તમામ ધારાસભ્યોને રાખવામાં આવશે. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા ત્યા હાજર રહેશે. ૧૯મી જૂને રાજ્યસભાની ચૂંટણી છે ત્યારે ધારાસભ્યોને રાજ્યસભાની ચૂંટણી અંગે મતદાનની તાલીમ અપાશે.
![Congress MLAs](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7642143_amdavaddddd.jpg)
કોંગ્રેસના રાજસ્થાન ગયેલા ધારાસભ્યો અમદાવાદ પહોંચ્યા છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ધારાસભ્ય પણ ટૂંક સમયમાં અમદાવાદ પહોંચશે. કોંગ્રેસના ધારાસભ્યોનું નવું સરનામું ઉમેદ હોટલ બની છે. 19મી જૂન સુધી કોંગ્રેસના તમામ ધારાસભ્યો ઉમેદ હોટલમાં રોકાશે. રાજ્યસભાની ચૂંટણીમાં મતદાન અંગે ધારાસભ્યોને તાલીમ આપવામાં આવશે. પ્રભારી રાજીવ સાતવ હોટલમાં જ ધારાસભ્યો સાથે બેઠક કરશે.
રાજ્યસભાની ચૂંટણીની બોડની નીતિને કારણે કોંગ્રેસના તમામ ધારાસભ્યોને હોટલ ઉમેદમાં રખાશે, અહીં જ તમામ ધારાસભ્યોને રાજ્યસભાની ચૂંટણીમાં મતદાન કેવી રીતે કરવું તે અંગેની તાલીમ પણ અપાશે અને પ્રભારી રાજીવ સાતવ પણ ધારાસભ્યો સાથે બેઠક પણ આ જ હોટલમાં કરશે. 19મીએ યોજાનાર રાજ્યસભાની ચૂંટણીમાં મતદાન માટે કોંગ્રેસના તમામ ધારાસભ્યો હોટલ થી સીધા જ ગાંધીનગર જશે.