અમદાવાદઃ કોરોનાની મહામારીએ દેશ અને વિશ્વને ભરડામાં લીધું છે, કોરોના મહામારી અંતર્ગત જાહેર કરેલા લોકડાઉન દરમિયાન જાણે જન-જીવન ખોરવાય ગયુ હોય એવી પરિસ્થિતિ સર્જાઈ હતી. ત્યારે લોકડાઉન હટાવ્યા બાદ અનલોક-1 જાહેર કરવામાં આવ્યુ હતુ, જે અંતર્ગત ધાર્મિક સ્થળો અને અન્ય અમુક છુટછાટો આપવામાં આવી છે,છતાં પણ આગામી દિવસોમાં શહેરમાંં નીકળનારી ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને હજુ પણ અસમંજસ ચાલી રહી છે.
બીજી તરફ રથયાત્રાની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ભગવાન જગન્નાથજીના ત્રણેય રથનું સમારકામ કરવામાં આવી રહ્યું છે. તો બીજી તરફ ભગવાનના રથનાં પૈડાંઓનું સમારકામ કરી આ વર્ષે નવા પૈડાંઓ નાખવામાં આવી રહ્યા છે. ભગવાનની રથયાત્રા નગરમાં રંગેચંગે રીતે નીકળેે માટે ખલાસી ભાઈઓ દ્વારા રથની અંદર તમામ કામગીરીઓ શરુ કરવામાં આવી રહી છે.
![અમદાવાદ ભગવાન જગન્નાથની 143મી રથયાત્રાને લઈ અસમંજસ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7610974_ahmedabaaad.jpg)
જોકે ખલાસી પ્રમુખ મફતભાઈએ જણાવ્યું છે કે, દર વર્ષે ભગવાન જગન્નાથજીની રથયાત્રા ખૂબ જ હર્ષોલ્લાસથી કાઢવામાં આવતી હોય છે. પરંતુ આ વર્ષે વર્તમાન પરિસ્થિતિને આધીન જગતના નાથની રથયાત્રા સાદગીપૂર્ણ માહોલમાં કાઢવાનું આયોજન કરવામાં આવ્યું છે. પરંતુ હજી સુધી રાજ્ય સરકાર દ્વારા કોઈપણ બાબતની સ્પષ્ટતા કરવામાં ન આવતા ભક્તો પણ અસમંજસમાં જોવા મળી રહ્યા છે.
![અમદાવાદ ભગવાન જગન્નાથની 143મી રથયાત્રાને લઈ અસમંજસ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7610974_ahmedabbad.jpg)