અમદાવાદઃ વટવાના સામૂહિક આપઘાતના બનાવથી શહેરમાં ચકચારી મચી ગઇ છે. ત્યારે આપઘાત કર્યો તે પહેલાના પરિવારના CCTV ફૂટેજ સામે આવ્યા છે. જેમાં બાળકો હસતા રમતા 7મા માળના મોતના ફ્લેટમાં જઈ રહ્યા છે. વટવા રીંગ રોડ પાસે આવેલ પ્રયોસા રેસીડેન્સીમાં 2 સગા ભાઈઓને પોતાના 4 સંતાનો સાથે આપઘાત કર્યો હતો. મરનારા તમામ સંતાનોની ઉમર 7થી 12 વર્ષની હતી જેમાં 2 દીકરી અને 2 દીકરા હતા. તેમના પિતા તેમને 17 જૂને ઘરેથી ફરવા જવાનું કહીને ફ્લેટ પર લાવ્યા હતા. ફ્લેટમાં આવ્યા બાદ પણ બાળકો હસતા અને રમતા રમતા લિફ્ટમા બેસીને ફ્લેટમાં ગયા હતા.
બાળકો ઉપર ગયા તે બાદ તેમને કોઈ કેફી દ્રવ્ય પીવડાવવામાં આવ્યું હોય તેવી પોલીસને શંકા છે. કેફી દ્રવ્ય પીવડાવ્યા બાદ બાળકોની હત્યા કરી દેવામાં આવી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. બાળકોને માર્યા બાદ બંને ભાઈઓને જાતે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. હાલ પોલીસે આ થિયરીના આધારે આગળની તપાસ હાથ ધરી છે.
જો બાળકોની હત્યા કરવામાં આવી હશે તો બંને ભાઈઓ વિરૂદ્ધ હત્યાનો ગુનો પણ નોધાશે. હાલ તો બંનેના પરિવાર અને મિત્રોની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. મૃતક ભાઈને ફ્લેટ અને કારની 7 લાખની લોન ભરવાની હતી પરંતુ લોનના કારણે આપઘાત કર્યો હોવાનું અનુમાન પોલીસે નકારી કાઢ્યું છે. પોલીસે અલગ અલગ પાસાઓ ધ્યાનમાં રાખી વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદમાં બે ભાઈઓએ પોતાના 4 બાળકો સાથે સામૂહિક આત્મહત્યા કરી? પોલિસે વધુ તપાસ હાથ ધરી