ETV Bharat / city

Ahmedabad Bombings of 2008 : જ્યારે આતંકીઓએ ભારતમાં પ્રથમ વખત હોસ્પિટલને નિશાન બનાવી હતી - hospital was targeted by terrorists

26 જુલાઈના રોજ અમદાવાદને હચમચાવી નાંખનારા શ્રેણીબદ્ધ બોમ્બ બ્લાસ્ટમાં ઈજા પામેલા લોકોને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લાવવામાં આવી રહ્યા હતા. હોસ્પિટલના દરેક તબીબ, નર્સો અને પેરામેડિકલ સ્ટાફ બોમ્બ બ્લાસ્ટના સમાચાર મળતા જ ફરજ પર દોડી આવ્યા હતા, પરંતુ આતંકીઓએ ઈજાગ્રસ્તોની સારવાર કરનારાઓનું જ કાસળ કાઢવાનો કારસો ઘડ્યો હતો. શરૂઆતી બોમ્બ બ્લાસ્ટના અંદાજે 40 મિનીટ બાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 2 બોમ્બ બ્લાસ્ટ થયા હતા. જેમાં હોસ્પિટલમાં ડોક્ટર દંપત્તી, સ્ટાફના સભ્યો સહિત કુલ 39 લોકો માર્યા ગયા હતા.

Ahmedabad Bombings of 2008
Ahmedabad Bombings of 2008
author img

By

Published : Jul 26, 2021, 5:14 PM IST

  • અમદાવાદ શ્રેણીબદ્ધ બોમ્બ બ્લાસ્ટને 13 વર્ષ પૂર્ણ
  • સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં થયા હતા 2 બોમ્બ બ્લાસ્ટ
  • સિવિલ હોસ્પિટલમાં તબીબ દંપત્તી સહિત કુલ 39 લોકો માર્યા ગયા હતા

અમદાવાદ : 26 જુલાઈ 2008, આ દિવસ સમગ્ર અમદાવાદ માટે કાળો દિવસ બનીને રહેશે. સતત 70 મિનીટ સુધી 21 જેટલા બોમ્બ ધડાકાઓએ 56 લોકોનો જીવ લીધો હતો અને 200થી વધુને ઈજાગ્રસ્ત કર્યા હતા. બોમ્બ બ્લાસ્ટના ઈજાગ્રસ્તોને સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં ખસેડવામાં આવી રહ્યા હતા. ત્યાં જ અમદાવાદ સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં એક પછી એક બોમ્બ બ્લાસ્ટ થયા હતા. આ ઘટનાને ભલે 4745 દિવસો વીતી ગયા હોય, પરંતુ ઘટનાના ભણકારા આજે પણ તે સમયે સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવી રહેલા પ્રત્યેક કર્મચારીના કાનમાં વાગી રહ્યા છે.

સેંકડો ઈજાગ્રસ્તો, વેરવિખેર પડેલા માનવઅંગો એક વર્ષ સુધી મારા મન અને દિમાગમાં રહ્યા

સિવિલ હોસ્પિટલમાં થયેલા બોમ્બ બ્લાસ્ટના સાક્ષી દિનેશભાઈ દૂધાત કહે છે કે, "બોમ્બ બ્લાસ્ટના ઈજાગ્રસ્તો માટે લોહીની અછત ન સર્જાય તે માટે હું સિવિલ હોસ્પિટલમાં બ્લડ ડોનેટ કરવા આવ્યો હતો. થોડા સમય પહેલા જ બાપુનગરમાં બોમ્બ બ્લાસ્ટ થતા ઈજાગ્રસ્તોની સંખ્યા વધી હતી. સિવિલ હોસ્પિટલની એમ્બ્યુલન્સમાં દર્દીઓને લાવવામાં આવી રહ્યા હતા. ટ્રોમા સેન્ટર બહાર એક એમ્બ્યુલન્સ ઉભી હતી અને તેમાંથી દર્દીઓને બહાર લાવવામાં આવી રહ્યા હતા, એવામાં જ એક બોમ્બ બ્લાસ્ટે સમગ્ર હોસ્પિટલને હચમચાવી મૂકી હતી. મેં ખુદ આ બ્લાસ્ટને નજીકથી નિહાળ્યો હતો. સેંકડો ઈજાગ્રસ્તો, વેરવિખેર પડેલા માનવઅંગો અને લોકોની ચિચિયારીઓ; તે દ્રશ્યો એક વર્ષ સુધી મારા મન અને મગજમાંથી ખસ્યા ન હતા. આજે પણ હું જ્યારે એ દિવસ યાદ કરું છું ત્યારે કંપારી છૂટી જાય છે."

દર્દીઓની ચીસો, સ્વજનોનું રૂદન હ્રદય કંપાવી મૂકે તેમ હતા

"મને યાદ છે એ દિવસે સાંજે સમગ્ર શહેરમાં બોમ્બ બ્લાસ્ટ થઈ રહ્યા હતા. બધાએ એમ જ વિચાર્યું હતું કે, ઈજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલમાં જ સારવાર માટે લાવવામાં આવશે. જેથી આસપાસના સેવાભાવી લોકો પણ મદદ કરવા માટે દોડી આવ્યા હતા. હોસ્પિટલમાં એક તરફ લોહીલુહાણ લોકો આવી રહ્યા હતા. ડોક્ટરો અને હોસ્પિટલનો સ્ટાફ દર્દીઓની સારવારમાં લાગી પડ્યો હતો. દર્દીઓની ચીસો, સ્વજનોનું રૂદન માનવીનું હ્રદય કંપાવી મૂકે તેમ હતું. એવામાં અંદાજે 40 મિનીટ બાદ સિવિલ હોસ્પિટલના તે સમયના ટ્રોમા સેન્ટરમાં એક પછી એક એમ 2 બ્લાસ્ટ થયા હતા." આ શબ્દો છે, અમદાવાદ બોમ્બ બ્લાસ્ટમાં ઈજા પામેલા લોકોની સારવાર સાથે સંકળાયેલા ડો. રાકેશ જોશીના..

અમદાવાદ સિવિલ હોસ્પિટલ કુદરતી અને માનવસર્જિત આપત્તિ સામે અડીખમ

ડો. જોશી હાલમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં એડિશનલ સુપરિટેન્ડન્ટ તરીકે ફરજ બજાવે છે. તેમણે અમદાવાદ બોમ્બ બ્લાસ્ટ દરમિયાનનો અનુભવ રજૂ કરતા જણાવ્યું હતું કે, "ટ્રોમા સેન્ટર એટલે કે તાત્કાલિક સારવાર વિભાગને સિવિલ હોસ્પિટલનું હ્રદય ગણવામાં આવે છે. આતંકીઓ દ્વારા ત્યાં કરવામાં આવેલો હુમલો એ પાશવી ઘા હતો. જેને ક્યારેય નહીં ભૂલી શકાય." તેમણે વધુમાં જણાવ્યું હતું કે, "અમદાવાદ સિવિલ હોસ્પિટલ માનવસર્જિત અને કુદરતી એમ બન્ને આપત્તિ સામે અડીખમ ઉભુ રહ્યું છે. બોમ્બ બ્લાસ્ટ એ માનવસર્જિત આપત્તિ હતી, જ્યારે કોરોના એ કુદરતી આપત્તિ છે. આ બન્ને આપત્તિઓમાં હોસ્પિટલના એક એક તબીબો અને પેરામેડિકલ સ્ટાફ ખડેપગે દર્દીઓની સેવામાં હાજર હતા."

મેં મારો પ્રિય વિદ્યાર્થી અને તેની ગર્ભવતી પત્નીને ગુમાવ્યા : ડો. જે. પી. મોદી

સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડૉ જે. પી. મોદી અમદાવાદના શ્રેણીબદ્ધ બોમ્બ બ્લાસ્ટને લઈને કહે છે કે, " આજથી 13 વર્ષ પહેલા બનેલી એ ઘટના કંઈ નાનીસૂની ઘટના ન હતી. ભારતના ઈતિહાસની પ્રથમ એવી ઘટના હશે, જેમાં કોઈ હોસ્પિટલને આતંકીઓએ નિશાનો બનાવ્યો હોય. આજે પણ હું જ્યારે એ દિવસ વિશે વિચારુ છું, ત્યારે આંખોમાં આંસુ આવી જાય છે. આ દુર્ઘટનામાં મેં મારો પ્રિય વિદ્યાર્થી ડો. પ્રેરક અને તેની ગર્ભવતી ડોક્ટર પત્નીને ગુમાવ્યા છે. જેનો વસવસો મને કાયમ રહેશે. "

15 મિનીટમાં હોસ્પિટલનો તમામ સ્ટાફ ફરજ પર હાજર થયો હતો

ઘટનાના અન્ય એક સાક્ષી સિવિલ હોસ્પિટલના કર્મચારી મુકેશભાઈ પટણી જણાવે છે કે, બોમ્બ બ્લાસ્ટના સમાચાર મળતા જ મારા સહિત હોસ્પિટલનો તમામ સ્ટાફ જ્યાં પણ હતો ત્યાંથી માત્ર 15 મિનીટમાં ફરજ પર દોડી આવ્યા હતા. એક બેડ પર 10થી 15 ડોક્ટરો દર્દીઓની સેવામાં લાગ્યા હતા. આજે પણ સિવિલ હોસ્પિટલના ડોક્ટરો એ જ પ્રકારે ડોક્ટરોની સેવા સાથે જોડાયેલા છે. હોસ્પિટલમાં બોમ્બ બ્લાસ્ટ થયા ત્યારે પણ હું ત્યાં જ હાજર હતો. આજે પણ એ દિવસ યાદ કરીને આંખો ભીંજાઈ જાય છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બોમ્બ બ્લાસ્ટના મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી

સિવિલ હોસ્પિટલમાં મૃતકોને અપાઈ શ્રદ્ધાંજલિ

અમદાવાદ બોમ્બ બ્લાસ્ટનો એ ગોઝારો દિવસ કદાચ સૌ કોઈ ભૂલવા માંગે છે, પરંતુ એ દર્દનાક દિવસ સરળતાથી ભૂલી શકાય તેમ નથી. આપત્તીને બાજુમાં રાખીને ઝડપથી બેઠા થવાનો ગુજરાતનો સ્વભાવ છે. ગુજરાતના આ સ્વભાવનો પ્રભાવ સિવિલ હોસ્પિટલમાં પણ જોવા મળી રહ્યો છે, પરંતુ આજે પણ આ દર્દનાક દિવસ લોકોના માનસમાં ઘર કરી ગયો છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પણ દર વર્ષની જેમ આ વર્ષે બોમ્બ બ્લાસ્ટમાં માર્યા ગયેલા તેમના સહકર્મીઓ અને અન્ય લોકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી.

આ પણ વાંચો - અમદાવાદ સિવાય અન્ય ક્યુ શહેર હતું આતંકીઓના નિશાના પર ?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.