અમદાવાદ: અમદાવાદ શહેરમાં પ્રખ્યાત CG રોડ પર AMTS સંચાલિત બસ સ્ટેન્ડમાં એર કન્ડિશન્ડ બસ સ્ટેશન બનાવeમાં આવ્યું હતું.જોકે ચિત્રા પબ્લિસીટી કંપની દ્વારા કોઈપણ પ્રકારની મંજૂરી લેવામાં આવી નહોતી. AMTSની જાણ બહાર AC BUS Stand ઉભું કરાયું હતું. કોર્પોરેશન દ્વારા તેને દૂર કરવામાં આવ્યું હતું. આ રીતે બસ સ્ટેન્ડમાં ફેરફાર કરતા અધિકારીઓ દોડતા થયાં હતાં.
આ પણ વાંચો: Water Crisis in Gujarat : પાણી સમસ્યાને લઈને કયા ગામમાં થયો આવો વિરોધ જૂઓ
કઈ કઈ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી હતી - સીજી રોડ પર ચિત્રા પબ્લિસીટી કંપની(Chitra Publicity Company) દ્વારા AMTSનું બસ સ્ટેન્ડ AC વાળા બસમાં રૂપાંતર કરવામાં આવ્યું હતું. જેમાં આ બસ સ્ટેન્ડની ચારેબાજુ કાચની કેબિન(Glass cabin around the bus stand) બનાવી અંદર AC ફીટ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત CCTV કેમેરા અને ફાયર સેફ્ટી સાધનો(Fire safety equipment) લગાવીને તૈયાર કરવામાં આવ્યું હતું. કોર્પોરેશન દ્વારા તેને દૂર કરવામાં આવ્યું હતું.
પ્રાઇવેટ કંપની દ્વારા બનાવવામાં આવ્યું હતું - ચિત્રા પબ્લિસીટી કંપની દ્વારા આ બસ સ્ટેન્ડ તૈયાર કરવામાં આવ્યું હતું. પરંતુ તેમના દ્વારા કોઇપણ પ્રકારની કોર્પોરેશનની મંજૂરી ન હોવાથી AMTSના અધિકારી દ્વારા ત્યાં પહોંચી જતા AC વાળા બસને સાદા બસ સ્ટેન્ડમાં(Simple bus stand) રૂપાંતરિત કરવામાં આવ્યું છે.
AC વાળું બસ સ્ટેન્ડ બનતા સ્થાનિકો ખુશ થયા - અમદાવાદના સીજી રોડ પર વેપાર કરતા લોકોએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં પહેલીવાર બન્યું હશે કે ACવાળું બસ સ્ટેન્ડ બન્યું હોય.આવી ગરમીમાં લોકો તાપ કંટાળીને થોડીકવાર આ બસ સ્ટેન્ડમાં બેસી શકે તેવી વ્યવસ્થા સારી કરવામાં આવી હતી અને અમે તો ફોટો પાડી બધા મિત્રોને ફોટા મોકલ્યાં અને ખુશી વ્યક્ત કરી હતી. પરંતુ જ્યારે બીજા દિવસે સવારે આવ્યા તો કોર્પોરેશન અધિકારી બધું કાઢીને જતા રહ્યા હતાં. ફરી AC બસ સ્ટેન્ડ બનાવવામાં આવે તેવી આશા રાખી રહ્યા છે.
આ પણ વાંચો: Modern bus stand in Gujarat: અંબાજીમાં આધુનિક બસ સ્ટેન્ડ બનાવવા કરોડોની મંજૂરી છતાં મુસાફરોને ભારે હાલાકી
સારું કામ કોર્પોરેશન જોઈ શકતું નથી - કોર્પોરેશનના વિપક્ષ નેતાએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, કોર્પોરેશનની એસ્ટેટ વિભાગ(Estate department of the corporation) જ્યારે શહેરમાં 8 માળની બિલ્ડિંગ બનાવી દે છે ત્યારે ઘોર નિંદ્રામાં હોય છે. અને જ્યારે કોઈ વ્યક્તિ પોતાના ખર્ચે નાગરિકને સારી સુવિધા આપે તો તે કોર્પોરેશન ઇચ્છતું ના હોય તેવું જ મળી રહ્યું છે.