ETV Bharat / city

અમદાવાદના સંગીતકાર ગીતો ગાઈને કોરોનાના દર્દીઓને કરે છે પ્રોત્સાહિત - જુસ્સો વધારવા

સંગીતમાં કેટલી તાકાત છે તેનું એક ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું છે અમદાવાદની એક હોસ્પિટલમાં. આ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓની સારવાર ચાલી રહી છે, પરંતુ તેમનો જુસ્સો વધારવા માટે એક સંગીતકાર ગીતો ગાઈને કોરોનાના દર્દીઓને પ્રોત્સાહિત કરી રહ્યા છે. ઓક્સિજન પર રહેતા દર્દીઓ કેટલીક વખત આત્મવિશ્વાસ ગુમાવી બેસે છે. બસ, આવા જ દર્દીઓને સાજા કરવા માટે અમદાવાદના જોએલ મુગેડા નામના સંગીતકાર દર્દીઓને જૂના અને નવા ગીતો સંભળાવી પ્રોત્સાહિત કરી રહ્યા છે.

અમદાવાદના સંગીતકાર ગીતો ગાઈને કોરોનાના દર્દીઓને કરે છે પ્રોત્સાહિત

author img

By

Published : May 6, 2021, 9:13 AM IST

  • સંગીતકાર અલગ અલગ હોસ્પિટલમાં દર્દીઓનું કરે છે મનોરંજન
  • સંગીતકાર જૂના અને નવા ગીતો ગાઈને દર્દીઓને કરે છે પ્રોત્સાહિત
  • દર્દીઓના સારા થયા બાદ સગાં સોશિયલ મીડિયાથી ધન્યવાદના મેસેજ મોકલાવે છે

અમદાવાદઃ કોરોના કાળમાં દરેક વ્યક્તિ માનસિક ટ્રોમાથી પસાર થઇ રહ્યો છે. આ સમયમાંથી પસાર થવું મોટા સંઘર્ષથી ઓછું નથી. વળી સૌથી મોટી સમસ્યા તો એ દર્દીઓ માટે છે જે હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. આવા સમયે જો કોઈ દેવદૂત બની ચહેરાનું હાસ્ય પાછું લાવી દે તો? આવો જ એક કિસ્સો જોવા મળ્યો અમદાવાદની એક હોસ્પિટલમાં.

સંગીતકાર અલગ અલગ હોસ્પિટલમાં દર્દીઓનું કરે છે મનોરંજન

આ પણ વાંચોઃ રાજકોટ સમરસ હોસ્ટેલમાં દર્દીઓ માનસિક તાણ ન અનુભવે તે માટે કાઉન્સિલર ટીમની અનોખી સેવા

સંગીતકાર PPE કિટ પહેરીને ICU વોર્ડમાં સંગીતની ધૂન વગાડે છે
ભયકંર વિપદાને પણ પોતાના સંગીતના માધ્યમથી હરાવવાનો એક પ્રયાસ કરી રહ્યા છે. અમદાવાદના જોએલ મુગેડા અને તેમના સાથી મિત્ર ક્રિસ ક્રિશ્ચન. જોએલ મુગેડા અને તેમની ટીમ કોવિડ હોસ્પિટલમાં જઈ દર્દીઓ વચ્ચે મ્યૂઝિકલ ઈન્ટ્રુમેન્ટ્સ સાથે પોઝિટિવ અને ઉત્સાહ લાવી દેનારા સંગીતથી દર્દીઓની મદદ કરી રહ્યા છે. તેઓ PPE કિટ પહેરી હોસ્પિટલના ICU વોર્ડમાં જઈ સંગીતની ધૂન વગાડે છે. તેમની સાથો સાથ દર્દીઓ પણ બેડમાં જ સુતા સુતા ઝૂમી ઉઠે છે. આની પાછળ તેમનો ઉદ્દેશ્ય દર્દીઓને માનસિક શાંતિ, હૂંફ મળે અને, તેઓ ઝડપથી સાજા થાય તેવો છે. તેઓ શહેરની અલગ અલગ હોસ્પિટલમાં જઈ રહ્યા છે.

આ પણ વાંચોઃ કોરોના કાળમાં દાખલ દર્દીઓની ભગવાનને પ્રાર્થના

સંગીતકારો દર્દીઓને વિકટ પરિસ્થિતિમાં તેમનો સાથ આપી રહ્યા છે

સંગીતના માધ્યમથી લોકોને મદદ કરવાની પહેલ શરૂ કરવાનો વિચાર કઈ રીતે આવ્યો તે મુદ્દે જોએલે કહ્યું હતું કે, તેમના પિતાને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, પરંતું તેમને ગમતું ન હોવાથી અમે સંગીતનો સહારો લીધો હતો. તે સમયે જોએલે તેમના પિતા માટે સંગીત વગાડ્યું ત્યારે પિતાની સાથો સાથ અન્ય દર્દીઓને પણ ખુબ ગમ્યું હતું. આજ અનુભવે તેમને અન્ય દર્દીઓ માટે પણ સેવા કરવા પ્રેરણા આપી. શરુ કરાયેલી નવી પહેલના ફળ વધુ મીઠા ત્યારે લાગે છે જયારે સોશિયલ મીડિયાથી દર્દીઓના સાગા જોએલનો મનોબળ મજબૂત કરે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.