શહેરના સંવેદનશીલ વિસ્તારો જેવા કે દરિયાપુર, કાલુપુર, ત્રણ દરવાજા, જમાલપુર, જુહાપુરા વિસ્તારમાં કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સંવેદનશીલ વિસ્તારોનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું હતું. પોલીસકર્મીઓ દ્વારા પણ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતું. લોકોની ભીડ એકઠી ના થાય તેનું પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.
-
પોલીસ દ્વારા આજે રેલી/પ્રદર્શન માટે મંજૂરી અપાયેલ નથી. નાગરિકોને કાયદાનું પાલન કરવા અને શહેરમાં શાંતિ જાળવવા વિનંતી છે. જો કોઈ બળજબરી પૂર્વક દુકાનો બંધ કરાવવા પ્રયત્ન કરશે તો સખત કાર્યવાહી કરવામાં આવશે. જો કોઈ બળજબરી પૂર્વક દુકાનો બંધ કરાવવા પ્રયત્ન કરે, તો 100 ડાયલ કરી જાણ કરો. pic.twitter.com/BQh7SUehaL
— Ahmedabad Police (@AhmedabadPolice) December 19, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">પોલીસ દ્વારા આજે રેલી/પ્રદર્શન માટે મંજૂરી અપાયેલ નથી. નાગરિકોને કાયદાનું પાલન કરવા અને શહેરમાં શાંતિ જાળવવા વિનંતી છે. જો કોઈ બળજબરી પૂર્વક દુકાનો બંધ કરાવવા પ્રયત્ન કરશે તો સખત કાર્યવાહી કરવામાં આવશે. જો કોઈ બળજબરી પૂર્વક દુકાનો બંધ કરાવવા પ્રયત્ન કરે, તો 100 ડાયલ કરી જાણ કરો. pic.twitter.com/BQh7SUehaL
— Ahmedabad Police (@AhmedabadPolice) December 19, 2019પોલીસ દ્વારા આજે રેલી/પ્રદર્શન માટે મંજૂરી અપાયેલ નથી. નાગરિકોને કાયદાનું પાલન કરવા અને શહેરમાં શાંતિ જાળવવા વિનંતી છે. જો કોઈ બળજબરી પૂર્વક દુકાનો બંધ કરાવવા પ્રયત્ન કરશે તો સખત કાર્યવાહી કરવામાં આવશે. જો કોઈ બળજબરી પૂર્વક દુકાનો બંધ કરાવવા પ્રયત્ન કરે, તો 100 ડાયલ કરી જાણ કરો. pic.twitter.com/BQh7SUehaL
— Ahmedabad Police (@AhmedabadPolice) December 19, 2019
અમદાવાદ શહેર પોલીસ તરફથી ટ્વિટર પર ટ્વિટ કરીને પણ માહિતી આપવામાં આવી છે કે, પોલીસ દ્વારા આજે રેલી કે પ્રદર્શન માટે મંજૂરી આપવામાં આવી નથી. નાગરિકોને શાંતિ જાળવવા વિનંતી છે .બળજબરીપૂર્વક દુકાનો બંધ કરાવવા પ્રયત્નો કરવાવાળા પર પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.