અમદાવાદ: જયેશ પટેલ ગેંગનો સાગરીત રઝાક અનેક ગુનામાં વોન્ટેડ છે. ગિરીશ ડેર પર ફાયરિંગ કરી હત્યાના પ્રયાસ કરવા બદલ જામનગર પોલીસે ગુનો નોંધ્યો હતો. આ સિવાય પણ રઝાક પર વલસાડમાં 1998માં લૂંટનો ગુનો નોંધાયો હતો. જામનગરમાં મારામારીના ગુનામાં પણ રઝાકની ધરપકડ થઈ ચૂકી હતી. એક પિસ્તોલ સાથે પણ અગાઉ જામનગર SOGએ પકડ્યો હતો. ત્યારબાદ હત્યાના ગુનામાં આજીવન કેદની સજા થતાં જામનગર જેલમાં બંધ હતો. પાંચેક મહિના પહેલા જેલમાંથી છૂટતા જયેશ પટેલ સાથે હત્યાની સોપારી લીધી હતી.
મહત્વનું છે કે, થોડા દિવસો પહેલાં પણ મધ્યપ્રદેશના એક આરોપીની ATSએ ધરપકડ કરી હતી. જે જયેશ પટેલ ગેંગને હથિયાર પૂરાં પાડતો હતો અને તેને ગુજરાતમાં 100થી વધુ હથિયારો સપ્લાય કર્યા હતાં. હાલ રઝાકને પકડીને જામનગર પોલીસને સોંપવામાં આવ્યો છે.
અમદાવાદ ATSની સફળતા, જયેશ પટેલના વધુ એક સાગરીતની ધરપકડ - ક્રાઈમ
જામનગરના કુખ્યાત આરોપી જયેશ પટેલ ગેંગના વધુ એક સાગરીતને ગુજરાત ATS અને જામનગર SOGએ સંયુક્ત ઓપરેશન કરી ઝડપી પાડયો છે. રઝાક ઉર્ફે રઝાક સોપારી ચાવડાની ધરપકડ કરવામાં આવી છે.