- શિક્ષણ વિભાગમાં વધુ એક કૌભાંડ સામે આવ્યું
- ડેપ્યુટી એકાઉટેન્ટ 7 કરોડની ઉચાપત કરી
- 197 બેન્ક એકાઉન્ટમાં રૂપિયા જમા કરાવતો
અમદાવાદ: જિલ્લા પંચાયત કચેરીમાં ડેપ્યુટી ચીફ એકાઉન્ટન્ટ તરીકે કામ કરતા રાજેશ રામીએ સરકાર સાથે સાત કરોડ ત્રણ ઉચાપત કરી હોવાનું સામે આવતા કારંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી. રાજેશ રામીએ પોતાના હોદ્દાનો દુરુપયોગ કરીને ખોટા દસ્તાવેજો બનાવી સરકારી તિજોરીમાંથી સાત કરોડથી વધુની રકમ ઉચાપત કરી હતી. જેથી પોલીસે તેની વિરમગામ પાસેથી ધરપકડ કરી હતી. સરકારી રૂપિયાની ઉચાપત મામલે આરોપીની પૂછપરછ કરતા ઇસનપુરના હાર્દિક પંડ્યા અને ગોવાના નદીમ નામના આરોપીના નામ સામે આવ્યા છે આ ઉપરાંત રૂપિયા મેળવવા માટે 197બેન્ક એકાઉન્ટનો ઉપયોગ કર્યો હોવાનો ખુલાસો થયો છે.
અધિકારીઓને અંધારમાં રાખીને છેતરપિંડી
આરોપી રાજેશ રામી સરકારી રેકોર્ડના બદલે ખોટા રેકોર્ડ ઉભા કરતો હતો અને પછી તેના પર અધિકારીઓને અંધારામાં રાખીને તેઓની સહીઓ કરાવી લેતો અને ચેકમાં નામ બદલીને રકમ સાથે છેડછાડ કરી છેતરપીંડી કરતો. છેતરપીંડીની કોઈને જાણ ન થાય તે માટે આરોપી 197 બેંકએકાઉન્ટમાં પૈસા રાખ્યા હતા. માહિતી મેળવતા આ એકાઉન્ટ અમદાવાદ-વડોદરા મહેસાણાના હોવાનું સામે આવ્યું છે જે એકાઉન્ટ ટ્રાવેલ્સનો વ્યવસાય કરતો હાર્દિક અને તેનો મિત્ર નદીમ લાવી આપતો હતો.
આ પણ વાંચો : અમદાવાદ: બનાવટી દાખલા અને આધારકાર્ડ બનાવતી ગેંગનો પર્દાફાશ
અંગત એકાઉન્ટ માંથી 25 લાખ રૂપિયા મળ્યા
આરોપી રાજેશ રામીની ધરપકડ બાદ તેના પરિવારના બેંક એકાઉન્ટમાંથી 25 લાખ રૂપિયા મળી આવ્યા છે જે કબજે કરવામાં આવ્યા છે.આ ઉપરાંત પોલીસે અન્ય કોઈ સરકારી કર્મચારી કે અધિકારીને સંડોવણી છે કે કેમ તે અંગે પણ તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો : એન્જિનિયરે કમાવાની લાલચ આપી લાખો રૂપિયાની કરી છેતરપિંડી, આરોપીઓની ધરપકડ કરાઈ