- 30 વર્ષીય પરિણીતા સાથે સામૂહિક દુષ્કર્મ
- પ્રેમી અને તેના 2 મિત્રોએ આચર્યું દુષ્કર્મ
- ક્રાઈમ બ્રાન્ચે 3 આરોપીની કરી ધરપકડ
- નોકરી જવાનું કહીને મહિલા પ્રેમીના ઘરે પહોંચી હતી
અમદાવાદઃ દુષ્કર્મનો ભોગ બનનાર પરિણીતા ચાર સંતાનોની માતા છે અને કારખાનામાં નોકરી કરે છે. તેને અગાઉ સંપર્કમાં આવેલા મહેશ ઉર્ફે પ્રેમ સાથે પ્રેમસંબંધ હતો. ત્યારે ગત 31 ઓક્ટોબરે મહિલા રાબેતા મુજબ નોકરી જવાનું કહીને નીકળી હતી અને બાદમાં તે પોતાના પ્રેમી મહેશના ઘરે ગઈ હતી, જ્યાં મહેશની સાથે તેના અન્ય 2 મિત્ર હાર્દિક અને સુમિત પણ હાજર હતાં.
- મહિલાને સોડા પીવડાવી બેભાન કરી દુષ્કર્મ આચર્યું
આખો દિવસ મહેશના ઘરે રોકાયા બાદ રાત્રીના સમયે મહિલા પોતાના ઘરે જવાની તૈયારી કરી રહી હતી. ત્યારે મહેશે મહિલાને સોડા પીવડાવી હતી. જેથી તે બેભાન થઈ ગઈ હતી અને તે બાદ મહેશ અને તેના 2 મિત્રોએ મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હતું.
- વહેલી સવારે 5 વાગે મહિલાને રસ્તા પર ઉતારી દેવાઈ
વહેલી સવારે 5 વાગે મહેશે તેના મિત્રને મહિલાને રિક્ષામાં બેસાડીને મૂકી આવવા કહ્યું હતું. જેથી મહિલાને રિક્ષામાં બેસાડીને તેને નોબલનગર પાસે મૂકવામાં આવી હતી. બાદમાં મહિલાએ તેના પરિચિત સાથે વાત કરી અને કંટ્રોલ રૂમ ફોન કરીને જાણ કરી હતી. જે બાદ સરદારનગર પોલીસે મહિલાની ફરિયાદ નોંધી હતી.
- ક્રાઈમ બ્રાન્ચે 3 આરોપીઓની કરી ધરપકડ
સામૂહિક દુષ્કર્મ જેવા ગંભીર ગુનાની ફરિયાદ નોંધાતા શહેર પોલીસ કમિશનરે ક્રાઈમ બ્રાન્ચને પણ તપાસ કરવાના આદેશ આપ્યાં હતાં અને ક્રાઈમ બ્રાન્ચે તપાસ કરીને 3 આરોપીઓને ઝડપી પાડ્યાં હતાં. હાલ મહિલાને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. પોલીસે આરોપીઓને કડક સજા થાય તે માટે સાયન્ટિફિક પૂરાવા પણ ભેગા કરવાનું કામ શરૂ કર્યું છે અને મહિલાની પણ શારીરિક તપાસ કરવામાં આવી છે.
અમદાવાદમાં પરિણીતા સાથે પ્રેમી અને તેના 2 મિત્રોએ આચર્યું દુષ્કર્મ - ગેંગરેપ
અમદાવાદમાં પરિણીત મહિલા સાથે દુષ્કર્મની ઘટના બની છે. 4 સંતાનની માતા તેના પ્રેમીના ઘરે ગઈ હતી. ત્યાર બાદ ત્યાં પ્રેમી અને તેના મિત્રોએ કેફી પીણું પીવડાવીને મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હતું. જે અંગે મહિલાએ ફરિયાદ કરતા પોલીસે 3 આરોપીની ધરપકડ કરી છે.
અમદાવાદમાં પરિણીતા સાથે પ્રેમી અને તેના 2 મિત્રોએ આચર્યું દુષ્કર્મ
- 30 વર્ષીય પરિણીતા સાથે સામૂહિક દુષ્કર્મ
- પ્રેમી અને તેના 2 મિત્રોએ આચર્યું દુષ્કર્મ
- ક્રાઈમ બ્રાન્ચે 3 આરોપીની કરી ધરપકડ
- નોકરી જવાનું કહીને મહિલા પ્રેમીના ઘરે પહોંચી હતી
અમદાવાદઃ દુષ્કર્મનો ભોગ બનનાર પરિણીતા ચાર સંતાનોની માતા છે અને કારખાનામાં નોકરી કરે છે. તેને અગાઉ સંપર્કમાં આવેલા મહેશ ઉર્ફે પ્રેમ સાથે પ્રેમસંબંધ હતો. ત્યારે ગત 31 ઓક્ટોબરે મહિલા રાબેતા મુજબ નોકરી જવાનું કહીને નીકળી હતી અને બાદમાં તે પોતાના પ્રેમી મહેશના ઘરે ગઈ હતી, જ્યાં મહેશની સાથે તેના અન્ય 2 મિત્ર હાર્દિક અને સુમિત પણ હાજર હતાં.
- મહિલાને સોડા પીવડાવી બેભાન કરી દુષ્કર્મ આચર્યું
આખો દિવસ મહેશના ઘરે રોકાયા બાદ રાત્રીના સમયે મહિલા પોતાના ઘરે જવાની તૈયારી કરી રહી હતી. ત્યારે મહેશે મહિલાને સોડા પીવડાવી હતી. જેથી તે બેભાન થઈ ગઈ હતી અને તે બાદ મહેશ અને તેના 2 મિત્રોએ મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હતું.
- વહેલી સવારે 5 વાગે મહિલાને રસ્તા પર ઉતારી દેવાઈ
વહેલી સવારે 5 વાગે મહેશે તેના મિત્રને મહિલાને રિક્ષામાં બેસાડીને મૂકી આવવા કહ્યું હતું. જેથી મહિલાને રિક્ષામાં બેસાડીને તેને નોબલનગર પાસે મૂકવામાં આવી હતી. બાદમાં મહિલાએ તેના પરિચિત સાથે વાત કરી અને કંટ્રોલ રૂમ ફોન કરીને જાણ કરી હતી. જે બાદ સરદારનગર પોલીસે મહિલાની ફરિયાદ નોંધી હતી.
- ક્રાઈમ બ્રાન્ચે 3 આરોપીઓની કરી ધરપકડ
સામૂહિક દુષ્કર્મ જેવા ગંભીર ગુનાની ફરિયાદ નોંધાતા શહેર પોલીસ કમિશનરે ક્રાઈમ બ્રાન્ચને પણ તપાસ કરવાના આદેશ આપ્યાં હતાં અને ક્રાઈમ બ્રાન્ચે તપાસ કરીને 3 આરોપીઓને ઝડપી પાડ્યાં હતાં. હાલ મહિલાને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. પોલીસે આરોપીઓને કડક સજા થાય તે માટે સાયન્ટિફિક પૂરાવા પણ ભેગા કરવાનું કામ શરૂ કર્યું છે અને મહિલાની પણ શારીરિક તપાસ કરવામાં આવી છે.
Last Updated : Nov 2, 2020, 6:42 PM IST