ETV Bharat / city

અમદાવાદઃ રાજ્ય સરકારે ગ્રેડ-પેમાં ઘટાડો કરતા સોશિયલ મીડિયામાં શરૂ થયું કેમ્પેઇન - Teachers' Campaign

રાજ્ય સરકારે ફરી શિક્ષકોનો ગ્રેડ-પે ઘટાડતા એકવાર ફરી આંદોલનના એંધાણ દેખાઈ રહ્યાં છે. હાલ શિક્ષકોનો ગ્રેડ-પે ઘટતા ભારે રોષ જોવા મળી રહ્યો છે. રાજ્યભરના શિક્ષકોએ પોતાના હક માટે સોશિયલ મીડિયામાં #4200gujarat કેમ્પેઈન શરૂ કર્યું છે. પ્રાથમિક શિક્ષકોને વર્ષ 1994થી નોકરીમાં નવ વર્ષ બાદ 4200 ગ્રેડ-પે મળતો હતો.

campaign-has-been-launched-on-social-media
અમદાવાદઃ રાજ્ય સરકારે ગ્રેડ-પેમાં ઘટાડો કરતા સોશિયલ મીડિયામાં શરૂ થયું કેમ્પેઇન
author img

By

Published : Jul 5, 2020, 1:52 AM IST

રાજ્ય સરકારે ગ્રેડ-પેમાં ઘટાડો કરતા સોશિયલ મીડિયામાં શરૂ થયું કેમ્પેઇન

  • પ્રાથમિક શિક્ષકોને વર્ષ 1994થી નોકરીમાં નવ વર્ષ બાદ 4200 મળતો હતો ગ્રેડ-પે
  • વર્ષ 2010 બાદ જે શિક્ષકો ભરતી થયા હોય એમને પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ 2800 ગ્રેડ-પે જ મળશે
  • શિક્ષકોનો ગ્રેડ-પે ઘટાડતા શિક્ષકોમાં ભારે રોષ

અમદાવાદઃ રાજ્ય સરકારે ફરી શિક્ષકોનો ગ્રેડ-પે ઘટાડતા એકવાર ફરી આંદોલનના એંધાણ દેખાઈ રહ્યાં છે. હાલ શિક્ષકોનો ગ્રેડ-પે ઘટતા ભારે રોષ જોવા મળી રહ્યો છે. રાજ્યભરના શિક્ષકોએ પોતાના હક માટે સોશિયલ મીડિયામાં #4200gujarat કેમ્પેઈન શરૂ કર્યું છે. પ્રાથમિક શિક્ષકોને વર્ષ 1994થી નોકરીમાં નવ વર્ષ બાદ 4200 ગ્રેડ-પે મળતો હતો.

અમદાવાદઃ રાજ્ય સરકારે ગ્રેડ-પેમાં ઘટાડો કરતા સોશિયલ મીડિયામાં શરૂ થયું કેમ્પેઇન

રાજ્ય સરકારે વર્ષ 2019માં એક પરિપત્ર જાહેર કર્યો હતો કે હવે વર્ષ 2010 બાદ જે શિક્ષક ભરતી થયા હોય એમને નવ વર્ષ બાદ પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ 2800 ગ્રેડ-પે જ મળશે. ગુજરાત સરકારે ગ્રેડ-પે ઘટાડતા રાજ્યભરના 65,000 શિક્ષકોને તેની અસર થવા જઈ રહી છે.

શિક્ષકોનો ગ્રેડ-પે ઘટાડતા ભારે રોષની લાગણી ફાટી નીકળી છે. આ મુદ્દે શિક્ષણ સંઘ પણ વિવિધ રીતે આ પ્રશ્નોનું નિરાકરણ આવે તે માટે બનતા તમામ પ્રયાસ કરી ચૂક્યું છે. શિક્ષકો પોતાની વ્યથા ઠાલવતા જણાવી રહ્યાં છે કે અમને જે પહેલા 4200 ગ્રેડ-પે મળતો હતો તેને ઘટાડીને 2800 કેમ કરવામાં આવ્યો? અન્ય કોઈ વિભાગમાં નહીં પરંતુ શિક્ષકોનો પગાર સરકાર કેમ ઘટાડી રહી છે? અમે પગાર વધારો તો નથી માંગતા, પરંતુ વર્ષોથી જે પગાર આપવાનો નિર્ણય થયો છે, તેમાં કાપકૂપ કેમ કરવામાં આવી રહ્યો છે. વધુમાં શિક્ષકોએ જણાવ્યું હતું કે આજથી નવ વર્ષ બાદ પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ 4200 મળતો હતો. જે સરકારે 2800 કરી દીધો છે. ત્યારે ફરીથી અમને 4200 ગ્રેડ-પે મળી રહે તેના માટે લડત ચલાવી રહ્યાં છીએ.

કોંગ્રેસના નેતા ડો. મનીષ દોશીએ જણાવ્યું હતું કે રાજ્યમાં સૌથી મોટા ભ્રષ્ટાચારનું એપી સેન્ટર શિક્ષણ વિભાગ છે. પરિપત્રોમાં જાણીજોઇને વિસંગતતાઓ ઊભી કરવામાં આવે છે અને જુદા જુદા માધ્યમો થકી શિક્ષકો એનો ભોગ બને છે. શિક્ષણ વિભાગને પૂછવું છે કે જે શિક્ષકો સમાજનું ઘડતર કરે છે એ શિક્ષકોને જ અન્યાય કેમ થાય છે. આ શિક્ષકોના સન્માન સાથે અન્યાય છે તેમને આર્થિક રીતે પણ નુકસાન છે. જે દેશમાં શિક્ષકોને સન્માન મળે તે દેશનો વિકાસ થાય છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.