અમદાવાદઃ સિવિલમાં આજે કોરોનાગ્રસ્ત 10 સગર્ભા સંપૂર્ણ સ્વસ્થ થઇને પોતાના ઘરે પ્રસન્ન મુખે પરત ફરી તેના પાછળનું કારણ તેઓને હોસ્પિટલમાં મળેલી શ્રેષ્ઠ સારવાર, ભોજન કાળજીપૂર્વકના સ્તનપાન અંગે માર્ગદર્શન, રોગપ્રતિકારક શકિત મજબૂત થાય તેના માટે આપવામાં આવતી વિશિષ્ટ દવાઓ, હોસ્પિટલનું ઘર જેવું વાતાવરણ, તબીબો-સ્ટાફનો અભિગમ, સફાઇ કર્મીઓનો સાથ સહકાર અને સાથે સાથે સુચારૂ વ્યવ્સથાપન કરવામાં આવ્યું છે.
![45 દિવસમાં કોરોનાગ્રસ્ત 35 સગર્ભાઓ માતા બનીને સિવિલ હોસ્પિટલમાંથી પરત ફરી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-ahd-07-civil-women-photo-story-7204015_23052020133131_2305f_1590220891_381.jpg)
સગર્ભાને કોરોના પોઝીટીવ આવે તો ગભરાવવાની જરૂર નથી, વિવિધ સંશોધનોના તારણ કહે છે કે આ વાઇરસ સીધા ગર્ભાશય કે બ્રેસ્ટ મિલ્ક મારફતે અંદર પ્રવેશી જતા નથી. પરંતુ હા સામાન્ય દર્દીની સરખામણીમાં સગર્ભાની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોવાથી તેમને વિશેષ કાળજી રાખવાની ખરી આવશ્યકતા છે .
ધાત્રીમાતા જ્યારે ડિસ્ચાર્જ થાય છે ત્યારે તેમને વિટામીનની ગોળીઓ આપવામાં આવે છે. તેની સાથે સાથે પૌષ્ટિક આહાર લેવા માટેની સલાહ પણ આપવામાં આવે છે. જેથી બાળક હરહંમેશ તંદુરસ્ત રહે.
![45 દિવસમાં કોરોનાગ્રસ્ત 35 સગર્ભાઓ માતા બનીને સિવિલ હોસ્પિટલમાંથી પરત ફરી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-ahd-07-civil-women-photo-story-7204015_23052020133131_2305f_1590220891_582.jpg)
અન્ય એક કોરોનાગ્રસ્ત સેજલબેનના પતિ વિરેન્દ્રપાટીલ કહ્યું હતું કે, અહિંના તબીબોએ સતત સખત પરિશ્રમ સાથે સંવેદનશીલ અભિગમ દાખવીને મારા પત્નીની સારવાર કરી જેના કારણે સ્વસ્થ દિકરાનો જન્મ થયો છે. હું સહ્યદયપૂર્વક 1200 બેડ હોસ્પિટલના તબીબો, સ્ટાફ મિત્રો, સફાઇ કર્મીની સેવાભાવના સાથેની કર્તવ્યનિષ્ઠાને બિરદાવું છું."
સિવિલ હોસ્પિટલમાં કોરોનાની વિકટ પરિસ્થિતિઓ વચ્ચે પણ સગર્ભાની સંપૂર્ણપણે કાળજી સાથે સામાન્ય પ્રસૂતિ કરાવીને તેઓને ઘરે મોકલતા માતાઓ અને નવજાત શિશુઓના મુખે ખિલખિલાટ જોવા મળી રહ્યો હતો.