- આ વર્ષે નહીં ઉજવાય 31st ડિસેમ્બર
- કોરોનાને કારણે ઉજવણી નહીં થઈ શકે
- 9 વાગ્યા બાદ કરવું પડશે કરફ્યૂનું પાલન
- અનેક તહેવારોમાં ગાઈડલાઈનનું પાલન થયું તેમ 31st માં પણ કરવું પડશે
અમદાવાદઃ કોરોનાને કારણે છેલ્લા 9 મહિનાથી આવી રહેલા તમામ તહેવારો સાદગીપૂર્વક જ ઉજવાય છે. તેમાં પણ દિવાળીમાં લોકો ખરીદી કરવા બહાર આવ્યાં હતાં અને એકબીજાના સંપર્કમાં આવ્યાં હતાં. જેથી આવનાર નાતાલ અને નવા વર્ષની ઉજવણી પણ સાદગી પૂર્ણ કરવામાં આવશે. પોલીસ કમિશનરનું જાહેરનામું જે જાહેરનામું છે તેનું પૂરેપૂરૂ પાલન કરાવવામાં આવશે.
- અગાઉની ભૂલ ફરીથી ન થાય તેનું ધ્યાન રખાશે..
અગાઉ જે પ્રમાણે દિવાળીમાં બજારમાં ભારે ભીડ જોવા મળી હતી અને નિયમોનું પાલન થયું નહોતું. જેના કારણે કોરોનાનું સંક્રમણ વધ્યું હતું. જેથી 31stએ લોકો ભેગા ન થાય અને ઉજવણી ન કરે તે માત્ર તકેદારી રાખવાની રહેશે.
31st અને નાતાલની ઉજવણીમાં શું ધ્યાન રાખવાનું રહેશે
|
પોલીસ કરાવશે તમામ નિયમોનું પાલન...
31st અને નાતાલના દિવસે અમદાવાદ પોલીસ દ્વારા તમામ નિયમોનું પાલન કરાવાશે. રાત્રી દરમિયાન બિનજરૂરી બહાર નીકળતાં લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે. ઉપરાંત ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ માટે ચેકીંગ કરવામાં આવશે. શહેરના હાઇવે રોડ પર આવેલા તમામ પાર્ટી પ્લોટ અને ફાર્મ પર પોલીસની નજર રહેશે.
પોલીસ કેવી રીતે કરશે કાર્યવાહી?
|
કોરોનાનું સંક્રમણ ફરીથી ન વધે તે માટે સરકાર અને પોલીસ દ્વારા પૂરી તકેદારી રાખવામાં આવશે. તમામ નિયમોના પાલન સાથે રાતના 9 બાદ કરફ્યૂનું પાલન કરાવવામાં આવશે.