અમદાવાદ: ગુજરાત ATSને બાતમી મળી હતી કે, લુધિયાણાથી 2 ઈસમો ગાડીમાં ચરસનો જથ્થો લઈને પાલનપુર પાસે આવી રહ્યાં છે. જેના આધારે પાલનપુર આબુ હાઇવે પરના ટોલનાકાના નજીક ગાડીને ATSએ ચેક કરી હતી. ત્યારે ગાડીમાંથી પાછળની સીટમાં સફરજનના ખોખા પાસે સેલોટેપથી પેક કરેલા થેલામાં ચરસ હતું. ATSએ 16 કિલો 753 ગ્રામ ચરસ સાથે 2 આરોપીઓને ઝડપી પાડ્યા હતા.
બે દિ' પહેલાં સફજનની આડમાં દારુ ઝડપાયો હતો હવે ચરસ પકડાયું બંન્ને ઇસમની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, આરોપીઓના નામ ફહીમ અને સમીર શેખ છે. બંન્ને મૂળ મહારાષ્ટ્રના રહેવાસી છે. અમદાવાદના વટવામાં રહેતાં ઇમરાન નામના શખ્સે જડીબુટી તથા દવાઓ લાવવા તેમને લુધિયાણા મોકલ્યાં હતાં. જ્યાં એક ટ્રકચાલકે તેમને ચરસ આપ્યું હતું જે લઈને તેઓ ઇમરાનને આપવા જતાં હતાં. આ કામ માટે ઇમરાન તેમને 50,000 રૂપિયા પણ આપવાનો હતો.
ATSએ 1 કરોડથી વધુની રકમનો ચરસ જથ્થો ઝડપી પાડ્યો હાલ ATSએ બંન્ને ઇસમોને પકડીને વધુ તપાસ હાથ ધરી છે. ઇમરાન નામના શખ્સની પણ ATS એ શોધખોળ હાથ ધરી છે.