અમદાવાદ: શીલજ રોડ પર રહેતાં આશિષભાઈએ ફરિયાદ નોધાવી હતી કે 20 દિવસ અગાઉ 4 ઇસમોએ ભાડજ પાસે ૨૨ વિઘા ખેતીલાયક જમીનના પોતે માલિક છે અને પોતે ખેડૂત હોવાનું જણાવ્યું હતું. તેઓ આ જમીન વેચવા માગતા હોવાનું કહી બનાવટી નોટરાઈઝડ પેઢીનામું તથા આધાર કાર્ડ અને ઇલેકશન કાર્ડ બનાવ્યું હતું.જે શૈલેશભાઈને બતાવી જમીન વેચવાનું જણાવ્યું હતું.
આરોપીની ધરપકડ બાદ વસ્ત્રાપુર પોલીસે તપાસ હાથ ધરી છે જેમાં જાણવા મળ્યું હતું કે 14 કરોડની જમીન હતી તેનો સોદો કરવા માટે 4 આરોપી પૈકી 2 નકલી ખેડૂત બનીને આવ્યાં હતાં. હાલ પોલીસે સમગ્ર મામલે આરોપીની વધુ પૂછપરછ હાથ ધરી છે.