ETV Bharat / city

જિલ્લા કલેકટરે 7 વર્ષથી એક જ સ્થળે વસતા 17 વિદેશીઓને ભારતની નાગરિકતા આપી - ભારતીય નાગરિકતા

અમદાવાદ જિલ્લા કલેકટર સંદીપ સાંગલેના હસ્તે પાકિસ્તાનથી આવેલા 17 વિઘાર્થીઓને ભારતની નાગરિકતાપત્ર આપવામાં આવી છે. આ તમામ હિન્દુ શરણાર્થીઓ છે. પૂર્વાંચલમાં ભારતીય નાગરિકતાના મામલે થયેલી ઘટનાઓ બાદ બંધારણના આધાર પર જે તે વ્યક્તિઓને ભારતનું નાગરિકત્વ ચોક્કસ નિયમ અને શરતોના આધારે આપવામાં આવે છે.

અમદાવાદ: જિલ્લા કલેકટરે 7 વર્ષથી એક જ સ્થળે વસતા 17 વિદેશીઓને ભારતની નાગરિકતા આપી

author img

By

Published : May 21, 2022, 7:13 PM IST

અમદાવાદ: ભારત દેશમાં નાગરિકતા મામલે અગાઉ પૂર્વાંચલમાં અનેક મોટી બબાલ થયેલી છે. પરંતુ, ગુજરાતમાં (Citizenship Form for India At Ahmedabad ) બંધારણના નીતિ નિયમ અનુસાર વિદેશી નાગરિકોને હવે ભારતીય નાગરિકત્વ આપવામાં આવ્યું છે. આ માટેની સત્તા તથા ચોક્કસ જવાબદારી જે તે જિલ્લાના ક્લેક્ટરને સોંપવામાં આવી છે. જોકે, આ પહેલા ઈન્વેસ્ટીગેશન બ્યૂરોની ટીમ વિદેશીઓની સંપૂર્ણ રીતે તપાસ કરે છે. તમામ પાસાઓથી ક્લિયર થયા બાદ એમની અરજી જે તે જિલ્લા ક્લેક્ટર સુધી પહોંચે છે. પછી જે તે જિલ્લા ક્લેક્ટર આ વિદેશી લોકોને ભારતની નાગરિકતા આપે છે. આવો જ એક કિસ્સો રાજ્યના મહાનગર અમદાવાદમાંથી સામે આવ્યો છે. જેમાં સંદીપ સાંગેલેએ 17 લોકોને નાગરકિતા આપી છે. જેઓ મૂળ હિન્દુ શરણાર્થીઓ છે.

અમદાવાદ: જિલ્લા કલેકટર દ્વારા વધુ 17 હિન્દૂ શરણાર્થીઓને મળી નાગરિકતા

આ પણ વાંચો: હવે ચોમાસામાં લોકોએ ગભરાવવાની કોઈ જરૂર નથી, તંત્ર અપનાવશે નવો અભિગમ

વિદેશી નાગરિકોને મળી ભારતીય નાગરીકતા : અમદાવાદ કલેકટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા કલેકટર (Ahmedabad Collector Office Citizenship Form)સંદીપ સાગલેના હસ્તે પાકિસ્તાનથી આવેલા 17 હિન્દુ શરણાર્થીઓને નાગરિકતાપત્ર એનાયત કરવામાં આવ્યા છે. આ અવસરે જિલ્લા કલેકટર સંદીપ સાગલેએ લાભાર્થીઓ સાથે ભાવપૂર્ણ સંવાદ સાંધ્યો અને તેમણે શિક્ષણ અને કારકિર્દી સંબધિત પ્રશ્નો પૂછી સાંત્વના આપી હતી. આ અવસરે લાભાર્થીએ કહ્યું હતું કે, અમે ભારતમાં શાંતિનો અનુભવ કરીએ છીએ. નાગરિકતા અધિનિયમ પ્રમાણે 7 વર્ષથી એક જ સ્થળે રહેતા વિદેશી નાગરિકોને બંધારણીય પ્રક્રિયા (Ahmedabad Collector Sandip Sangle) અનુસરીને નાગરિકતા પત્ર આપવામાં આવે છે. રાજ્ય અને કેન્દ્રની ઈન્વેસ્ટીંગ બ્યુરો ટીમ દ્વારા યોગ્ય ચકાસણી (17 people got Indian citizenship) થયા બાદ તેઓને સ્વીકારપત્ર એનાયત કરવામાં આવે છે. જેને આધારે બાકીના નિયમોનુસાર જરૂરી પૂરાવા રજૂ કર્યા બાદ જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા આખરી નાગરિકતા પ્રમાણપત્ર આપવામાં આવ્યા છે.

આ પણ વાંચો: અમદાવાદમાં આજે રેડ એલર્ટ, ધ્યાન નહીં રાખો તો થશો હેરાન

નાગરિકતા આપવાનો હક્ક: અમદાવાદ જિલ્લાના કલેકટરને નાગરિકતા આપવાનો હક્ક વર્ષ 2016 અને 2018 ના ગેઝેટથી આપવામાં આવ્યો છે. જેમાં ગુજરાત રાજ્યના અમદાવાદ અને ગાંધીનગરનો સમાવેશ થાય છે. કચ્છ જિલ્લા કલેક્ટરને અફધાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાની લધુમતિ ધરાવતા(હિન્દુ, શીખ, બૌધ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી) ધર્મના લોકોને નાગરિકતા અધિનિયમ અંતર્ગતની પ્રક્રિયા અનુસરીને ભારતીય નાગરિકતા આપવાનો હક્ક આપવામાં આવ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.