અમદાવાદઃ શહેરની સૌથી મોટી મસ્જિદ પૈકીની એક શાહઆલમ દરગાહ મસ્જિદ પણ ઈબાદત શરૂ કરાઇ છે, જોકે નમાઝ સિવાયના સમયમાં મસ્જિદને તાળું મારી દેવામાં આવે છે. ઈબાદત કરવા આવતા લોકોને નિયમોને અનુસરવાનું કડકપણે કહેવામાં આવ્યું છે.
નોંધનીય છે કે, અઢી મહિના બાદ નમાઝ મસ્જિદમાં લોકોએ અદા કરી છે. મસ્જિદ શરૂ કરતાં પહેલાં મોટાભાગની મસ્જિદોને સેનેટાઇઝ કરવામાં આવી હતી. મસ્જિદની અંદર મોટા બેનર પણ મુકવામાં આવ્યા છે, જેમાં સોશ્યલ ડિસ્ટનસિંગનું પાલન, માસ્ક અને સેનિટાઈઝર સહિતના નિયમો લખવામાં આવ્યા છે. સોમવારે બપોરે સોશિયલ ડિસ્ટનસિંગ સાથે ઝોહરની નમાઝ અદા કરવામાં આવી હતી. નોંધનીય છે કે, કોરોનાને લીધે ઈદના દિવસે પણ નમાઝ અદા કરવામાં આવી ન હતી.