ETV Bharat / city

દુર્ઘટના બાદ તંત્રની દોડધામ, પરવાનગી વગર ચાલતા 6 એકમો સીલ

અમદાવાદમાં પીરાણા પીપળજ રોડ પર નાનુકાકા એસ્ટેટમાં લાગેલી આગની દુર્ઘટના બાદ કોર્પોરેશનનું સોલિડવેસ્ટ તંત્ર દોડતું થયું છે. શહેરના દક્ષિણ ઝોન વિસ્તારમાં આવેલા કારખાનાઓમાં રેડ પાડવાની કામગીરી શરૂ કરી છે. તંત્ર દ્વારા વિવિધ વેરહાઉસમાં રેડ પાડી કેમિકલ અને પાઉડરનો જથ્થો મળી આવતા શાહ વેરહાઉસ સહિત છ એકમોને સીલ કરવામાં આવ્યાં છે.

દુર્ઘટના બાદ તંત્રની દોડધામ, પરવાનગી વગર ચાલતા 6 એકમો સીલ
દુર્ઘટના બાદ તંત્રની દોડધામ, પરવાનગી વગર ચાલતા 6 એકમો સીલ
author img

By

Published : Nov 6, 2020, 8:29 PM IST

  • પીપળજ કેમિકલ બ્લાસ્ટ દુર્ઘટના મામલો
  • Amc દક્ષિણ ઝોનની કામગીરી, વિવિધ વેરહાઉસમાં કરી રેડ
  • અનેક પ્રકારના કેમિકલ અને પાવડરનો વિશાળ જથ્થો મળી આવ્યો
  • હાઇડ્રોજન પેરોકસાઈડ, પોટેશયમ, સોડિયમ હેકસામેટ સહિતના રસાયણનો મોટો જથ્થો મળી આવ્યો
  • વિવિધ પ્રકારના કેમિકલ ભરેલા સેંકડો ડ્રમ પણ મળી આવ્યાં
  • શાહ વેરહાઉસ સહિત 6 એકમો સીલ કરાયા
  • વિવિધ પ્રકારના જ્વલનશીલ રસાયણો મળી આવ્યાં

    અમદાવાદઃ મહત્વનું છે કે પીરાણામાં આગની દુર્ઘટના બાદ સોલિડવેસ્ટ તંત્ર એનઓસી અને અન્ય દસ્તાવેજો ન મળી આવતા છ જેટલા એકમો સીલ કરી દેવાયાં છે. જે સ્થળો સીલ કરવામાં આવ્યા છે ત્યાંથી અનેક પ્રકારના કેમિકલ અને પાવડરનો વિશાળ જથ્થો મળી આવ્યો છે. હાઇડ્રોજન પેરોકસાઈડ, પોટેશયમ, સોડિયમ હેકસામેટ સહિતના રસાયણનો મોટો જથ્થો મળી આવ્યો છે. ગેરકાયદે કેમિકલનો જથ્થો રાખતા હોવાના કારણે એકમોને સીલ કરી દેવાયાં છે. હાલ તો કોર્પોરેશનના તંત્ર દ્વારા આગામી દિવસોમાં પણ ચેકિંગની કામગીરી ચાલુ રખાશે પરંતુ બેજવાબદાર લોકો વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી ક્યારે કરવામાં આવે છે તે જોવાનું રહ્યું.
    શહેરના દક્ષિણ ઝોન વિસ્તારમાં આવેલા કારખાનાઓમાં રેડ પાડવાની કામગીરી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.