ETV Bharat / city

અમદાવાદ બાદ હવે પાટનગરમાં પણ બજાર 31 માર્ચ સુધી બંધ - કોરોના

રાજ્યમાં વાયરસના સાત કેસ નોંધાયાં છે, અમદાવાદમાં ચાર સૂરત, બરોડા અને રાજકોટમાં એક-કેસ સામે આવ્યાં છે. ત્યારે અમદાવાદ કમિશનર દ્વારા 31 માર્ચ સુધી પાનના ગલ્લા અને બજારો બંધ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. ત્યારે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા પણ આ વાયરસને ફેલાતો અટકાવવા માટે 31 માર્ચ સુધી તમામ બજાર બંધ કરવાનો આદેશ કર્યો છે.

અમદાવાદ બાદ હવે પાટનગરમાં પણ બજાર 31 માર્ચ સુધી બંધ

author img

By

Published : Mar 20, 2020, 6:59 PM IST

ગાંધીનગરઃ રાજ્યમાં વાયરસના સાત કેસ નોંધાયાં છે, અમદાવાદમાં ચાર સૂરત, બરોડા અને રાજકોટમાં એક-કેસ સામે આવ્યાં છે. ત્યારે અમદાવાદ કમિશનર દ્વારા 31 માર્ચ સુધી પાનના ગલ્લા અને બજારો બંધ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. ત્યારે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા પણ આ વાયરસને ફેલાતો અટકાવવા માટે 31 માર્ચ સુધી તમામ બજાર બંધ કરવાનો આદેશ કર્યો છે.

ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર રીટા પટેલે જણાવ્યું હતું કે રાજ્યનું પાટનગર હોવાના કારણે ગાંધીનગરમાં રાજ્યભરના લોકો આવતાં હોય છે ત્યારે આ વાઇરસ વધુ ન ફેલાય તે માટે તમામ પ્રકારના પગલાં ભરવામાં આવી રહ્યા છે. ગાંધીનગર શહેરમાં અત્યાર સુધી 171 લોકો વિદેશથી આવેલા છે.

જેમની આરોગ્ય ચકાસણી કરવામાં આવી છે. જેમાં ચાર શંકાસ્પદ લોકો પણ સામે આવ્યાં હતાં પરંતુ તેમના રીપોર્ટ નેગેટિવ આવ્યાં છે. ગાંધીનગર શહેરમાં વધુ લોકો એકઠા થતાં હોય એવી જગ્યાઓ બંધ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે.

ગાંધીનગર શહેરમાં 31 માર્ચ સુધી આવશ્યક ચીજવસ્તુઓને બાદ કરતાં તમામ લારીગલ્લા દુકાનોને બંધ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. તે ઉપરાંત મહાનગરપાલિકામાં ફરજ બજાવતાં કર્મચારીઓને શરદી અને ખાંસીની સમસ્યા હોય તો તેઓ રજા રાખી શકે છે.

જ્યારે 55 વર્ષ કરતાં મોટી ઉમરના કર્મચારીઓને પણ રજા રાખવા જણાવવામાં આવી રહ્યું છે. જ્યારે મહાનગરપાલિકાનો જનસેવા કેન્દ્રમાં અનેક લોકો પોતાના પ્રમાણપત્ર મેળવવા આવતાં હોય છે, તેને પણ બંધ રાખવાનો નિર્ણય કરાયો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.