ETV Bharat / city

આજથી અદાણી ગ્રુપે અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટનું સંભાળ્યું સંચાલન

આજ શનિવારથી અદાણી ગ્રુપે સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટનું સંચાલન સંપૂર્ણપણે સંભાળી લીધું છે. એરપોર્ટના ખાનગીકરણ માટેની દસ્તાવેજોની પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે. એરપોર્ટ પર બેનરો અને વૃક્ષો વગેરે લગાવી અમદાવાદ એરપોર્ટની રોનકમાં બદલાવ લાવવામાં આવી રહ્યો છે.

આજથી અદાણી ગ્રુપે અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટનું સંભાળ્યું સંચાલન
આજથી અદાણી ગ્રુપે અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટનું સંભાળ્યું સંચાલન
author img

By

Published : Nov 7, 2020, 9:02 PM IST

  • સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટનું સંચાલન કરશે અદાણી ગ્રુપ
  • આજથી અદાણી ગ્રુપે સંચાલન કર્યું શરૂ
  • એરપોર્ટ પર લાગ્યાં અદાણીના બેનરો

અમદાવાદઃ સરદાર વલ્લભભાઈ પટેલ અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટનું સંચાલન અને માલિકી અદાણીની થઈ ગઈ છે. આમ હવે આ એરપોર્ટ સરકારી એરપોર્ટ રહ્યું નથી. અદાણી જૂથ 7 નવેમ્બરથી તેનું સંચાલન સંભાળવાનું છે. એટલે કે, આજ શનિવારથી અદાણીએ સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટનું સંચાલન સંપૂર્ણપણે સંભાળી લીધું છે. એરપોર્ટના ખાનગીકરણની માટેની દસ્તાવેજોની પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે. જેના પગલે શનિવારથી એરપોર્ટ પર અદાણીના બેનર લાગી ગયાં છે. આ ટર્મિનલનું ઓપરેશન અને ટર્મિનલના વિકાસનું કામ અદાણી હવેથી સંભાળશે. અદાણીએ સ્ટાફને ટ્રેનિંગ આપવાનો પણ પ્રારંભ કરી દીધો છે.

એરપોર્ટ પર બેનરો અને વૃક્ષો વગેરે લગાવી અમદાવાદ એરપોર્ટની રોનકમાં બદલાવ લાવવામાં આવી રહ્યો છે
  • અમદાવાદ એરપોર્ટનું 7 વર્ષ પછી ખાનગીકરણ

ઉલ્લેખનીય છે કે, અદાણીએ થોડા દિવસ પહેલાં જ લખનઉ એરપોર્ટનું સંચાલન સંપૂર્ણપણે સંભાળ્યું હતું. હવે તેને અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટનું સંચાલન મળ્યું છે. આ ઉપરાંત મુંબઈના એરપોર્ટની માલિકી પણ તેની પાસે જ રહેલી છે. આમ અમદાવાદનું એરપોર્ટ 7 વર્ષ પછી ખાનગીકરણ થશે અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ ભારતીય એરપોર્ટ પર વિશ્વસ્તરની સેવા પૂરી પાડવા માટે તેના ખાનગીકરણનો નિર્ણય લીધો છે, તેમાં અદાણીને અધિકાર મળ્યો છે. અદાણી જૂથને 50 વર્ષ માટે આ એરપોર્ટનું સંચાલન કરવા માટેનો અધિકાર મળ્યો છે. એટલે કે, હવે આગામી 50 વર્ષ સુધી અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટનું સંચાલન અદાણી દ્વારા કરવામાં આવશે.

સીઆઇએસએફ સાથે જ અદાણી જૂથ દ્વારા મોડીફાઈ સિક્યુરીટી ફોર્સ પણ ત્યાં તહેનાત કરવામાં આવી

  • ઈન્ફ્રાસ્ટ્રક્ચર થઈ શકે છે વધુ વિકસિત

સરકારે ગત વર્ષે 6 AAI એટલે કે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા સંચાલિત એરપોર્ટ પીપીપી મોડમાં ખાનગીકરણ માટે મુક્યાં હતાં. જેમાં અદાણી અમદાવાદ, તિરુવન્નતપુરમ, લખનઉ, બેંગ્લોર અને જયપુર એરપોર્ટ માટે ટોચના બિડર તરીકે ઉભરી આવ્યું હતું. તેણે 177,174,171,168 અને 115ની ઊંચી પેસેન્જર ફીના આક્રમક બિડીંગ દ્વારા એરપોર્ટનું સંચાલન મેળવ્યું હતું, આ બીડ જીતવાની સાથે જ અદાણી જૂથ એરપોર્ટના સંચાલન માટે પ્રતિ પેસેન્જર 177 એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાને ચૂકવશે. અદાણી જૂથે લખનઉ, જયપુર તથા અમદાવાદ સહિત અનેક એરપોર્ટના સંચાલન મળવા અંગે આનંદની લાગણી પણ વ્યક્ત કરી હતી.

  • એરપોર્ટ પર સુરક્ષામાં કરાયો ફેરફાર

અદાણી જૂથને અમદાવાદ એરપોર્ટની કામગીરી સોંપવામાં આવતા સુરક્ષામાં ફેરફાર કરવામાં આવ્યો છે. અમદાવાદ એરપોર્ટ પર સીઆઇએસએફ સાથે જ અદાણી જૂથ દ્વારા મોડિફાઈ સિક્યુરિટી ફોર્સ પણ તૈનાત કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.