ETV Bharat / city

રાતોરાત પૈસાદાર બનવા કરી હતી 1.78 કરોડની લૂંટ, 5 આરોપીઓની ધરપકડ - આરોપીઓની ધરપકડ

અમદાવાદમાં 2 દિવસ અગાઉ 1.78 કરોડના પાર્સલ લઈને જઈ રહેલા 2 વ્યક્તિ જોડે મારામારી કરી 3 ઈસમોએ લૂંટ કરી હતી, જે મામલે પોલીસે તપાસ કરીને 35 આરોપીની ધરપકડ કરી છે.

આવક સારી ના હોવાથી રાતોરાત પૈસાદાર બનવા કરી હતી 1.78 કરોડની લૂંટ, 5 ઝડપાયા

author img

By

Published : Jan 2, 2021, 9:24 PM IST

Updated : Jan 2, 2021, 9:40 PM IST

  • મેઘાણીનગરમાં થયેલ લૂંટનો ભેદ ઉકેલાયો
  • 1.78 કરોડની લૂંટ કરનાર 5 ઝડપાયા
  • ટૂક સમયમાં પૈસાદાર બનવા કરી હતી લૂંટ

અમદાવાદ: શહેરમાં 2 દિવસ અગાઉ 1.78 કરોડના પાર્સલ લઈને જઈ રહેલા 2 વ્યક્તિ જોડે મારામારી કરી 3 ઈસમોએ લૂંટ કરી હતી, જે મામલે પોલીસે તપાસ કરીને 35 આરોપીની ધરપકડ કરી છે.

રાતોરાત પૈસાદાર બનવા કરી હતી 1.78 કરોડની લૂંટ, 5 આરોપીઓની ધરપકડ

કેવી રીતે થઈ હતી લૂંટ?

31મી ડિસેમ્બરે વહેલા સવારે 3 વાગ્યા સમયગાળામાં કુરિયર કંપનીના 2 કર્મચારીઓ પાર્સલ લઈને એર લાર્ગો તરફ જઈ રહ્યા હતા. કુરિયરમાં 1.78 કરોડના સોનાના દાગીનાના પાર્સલ હતા. આ દરમિયાનમાં અચાનક જ 3 ઈસમો આવ્યા હતા અને કુરિયર કંપનીના માણસોને મારમારી પાર્સલ લઈને ફરાર થઇ ગયા હતા. જે મામલે મેઘાણીનગર પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી.

કુરિયર કંપનીના માણસોએ જ કરી હતી લૂંટ

પોલીસની તપાસ દરમિયાન શક્તિ નામના શખ્સે અન્ય વ્યક્તિઓ સાથે મળીને લૂંટને અંજામ આપ્યો હતો, જેથી પોલીસે શક્તિ અને અન્ય 4 વ્યક્તિઓની ધરપકડ કરી હતી. શક્તિએ તેના 2 પિતરાઈ ભાઈ અને તેમના 2 મિત્રો સાથે મળીને લૂંટનો પ્લાન બનાવ્યો હતો અને લૂંટને અંજામ આપ્યો હતો.

રાતોરાત પૈસાદાર બનવા કરી હતી લૂંટ

પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે શક્તિની આવક બહુ ઓછી હતી, જેથી રાતોરાત પૈસાદાર બનવા માટે શક્તિએ આ લૂંટનો પ્લાન બનાવ્યો હતો અને 10-12 દિવસ આ રૂટનું નિરીક્ષણ કરીને લૂંટને અંજામ આપ્યો હતો. લૂંટમાં 3 ઈસમ હતા, જ્યારે લૂંટનો માલ લઈ જવા ગાડીમાં 2 વ્યક્તિએ હતા, જેમને માલ મળી જતા તેઓ ગાંધીનગર નાસી ગયા હતા.

હાલ પાંચેય આરોપીઓ પોલીસની હિરાસતમાં છે. આરોપીઓ કોઈને દાગીના વેચે કે નાસી જાય તે પહેલા જ પોલીસે તમાની ધરપકડ કરી છે અને આરોપીઓને જેલના હવાલે કર્યા છે.

Last Updated : Jan 2, 2021, 9:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.