અમદાવાદના શાહપુર વિસ્તારમાં એક મહિલાએ તેના પતિ વિરૃદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદમાં મહિલાએ આક્ષેપ કર્યો હતો કે, તેના જોઈન્ટ એકાઉન્ટ માંથી તેના પતિએ પૈસા લીધા હતા. સાથે દહેજ માગ્યા હોવાનો પણ આરોપ લગાવ્યો હતો. પોલીસે તેના પતિની અટકાયત કરી હતી.
ત્યારબાદ તેના પતિએ ખાનપુર પોલીસ સ્ટેશન અને કમિશનરને ફરિયાદ કરી હતી કે જ્યારે તેની અટકાયત થઈ ત્યારે PSIએ તેને બેફામ ગાળો આપી અને માર માર્યાના આક્ષેપો કર્યા હતો. કોર્ટ માંથી જામીન મેળવ્યા બાદ તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
સમગ્ર મામલે આરોપી પતિએ પત્ની અને PSI વિરુદ્ધ કોર્ટમાં રજૂઆત કરી કે તેને ખોટી રીતે ફસાવી બેફામ માર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ લગાવ્યો છે. પોલીસ વધુ તપાસના આદેશ આપ્યા છે. ઝોન 2 DCPએ જણાવ્યું હતું કે, આ તમામ આક્ષેપો પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા છે. PSI દ્વારા આવી કોઈ ગેરવર્તણુક કરવામાં આવી નથી. અને આ મામલે તેઓ વધુ તપાસ કરી રહ્યા છે.
આ સમગ્ર મામલા માં ગુનેગાર કોને કઈ શકાઈ તે જોવાનું રહ્યું.આ વાતનો ખુલાસો મેડિકલ રિપોર્ટ કોર્ટમાં રજૂ કર્યા બાદ જ થશે.