ન્યૂઝ ડેસ્ક : તૌકતે વાવઝોડું ગુજરાતના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે. રાતના 8 થી 11 કલાકની વચ્ચે ગુજરાત પહોંચે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે, જેને લઈને તંત્ર હાઇએલર્ટ પર છે. હાલની પરિસ્થિતિ જોતા (7:15 PM) વાવાઝોડું ઉના તરફ આગળ વધી રહ્યુ છે. ઉનામાં ભારે પવન સાથે વરસાદ શરૂ થઈ રહ્યો છે, જેના કારણે લોકોમાં ભયનો મહોલ સર્જાયો છે.
ETV BHARAT દ્વારા સાચું, સચોટ અને સતત કવરેજ
કોરોના મહામારી અને તૌકતે વાવાઝોડા વચ્ચે પણ ETV BHARAT દ્વારા લોકો સુધી સતત સાચી અને સચોટ માહિતી પહોંચાડવામાં આવી રહી છે. આવા કપરા સમયમાં લોકો પાસે પૂરતી માહિતી અને તૌકતે વાવાઝોડા દરમિયાન કેવી રીતે સુરક્ષિત રહેવું? રાજ્ય સરકાર અને સંબંધિત જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા કેવા પ્રકારના પગલા લેવામાં આવી રહ્યા છે, તે અંગેની તમામ માહિતી ETV BHARATના પ્રતિનિધીઓ દ્વારા સતત પહોંચાડવામાં આવી રહી છે.
દીવ પર તૌકતે વાવાઝોડાની અસર
સંભવિત વાવાઝોડાને પગલે દીવ કલેક્ટર સલોની રાયે પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું. જેમાં વાવાઝોડાની સંભવિત પરિસ્થિતિ અને ત્યારબાદ અતિભારે વરસાદને પગલે લોકોને કોઇ પ્રકારની મુશ્કેલીઓ ના પડે તે માટેનું આગવું આયોજન તેમના અને વહીવટી તંત્ર દ્વારા પૂર્ણ કરી દેવામાં આવ્યું છે.
ઉનામાં તૌકતે વાવાઝોડાની અસર
ઉનાના દરિયા કાંઠે વસતા 14,268 લોકોનું 46 જેટલા નકકી કરાયેલા સાયકલોન સેન્ટર સહિતના સુરક્ષિત સ્થળોએ સ્થળાંતર કરવામાં આવ્યું છે. આ સ્થળાંતર કરાયેલા 14 હજારથી વઘુ લોકો પૈકી 6 વ્યકિતઓને કોરોનાની અસર હોવાથી તમામને કોવિડ કેર સેન્ટરમાં રિફર કરવામાં આવ્યા છે.
જામનગરમાં તૌકતે વાવાઝોડાની અસર
જામનગર મિલિટરી સ્ટેશન પરથી ઇન્ડિયન આર્મીની ટીમો જુદા-જુદા જિલ્લામાં જવા રવાના થઈ છે. ખાસ કરીને કોરોના કાળમાં કોવિડ હોસ્પિટલમાં અને અમદાવાદની ધન્વંતરી હોસ્પિટલમાં પણ ઇન્ડિયન આર્મીના જવાનો ટેક્નિકલ સેવાઓ પૂરી પાડશે.
ઇન્ડિયન આર્મીની એન્જીનીયરિંગ ટાસ્ક ફોર્સ વાવાઝોડામાં રાજ્ય સરકારના આદેશ અનુસાર વિવિધ કામગીરી કરવામાં માટે રવાના થઈ છે. ઇન્ડિયન આર્મી જે તે જિલ્લામાં ફૂડ પેકેટનું પણ વિતરણ કરશે અને તમામ પ્રકારની બચાવકામગીરી પણ કરશે.
અમદાવાદ, જૂનાગઢ, પોરબંદર અને દીવ ખાતે આર્મી ટુકડીઓ રવાના કરવામાં આવી છે. અગાઉ પણ વિપદા સમયે ઇન્ડિયન આર્મીની મદદ લેવામાં આવી હતી. ખાસ કરીને ભૂકંપ તેમજ સુનામી વખતે પણ આર્મીની ટીમે લોકોની બચાવ કામગીરી કરી હતી. આ વર્ષે કોરોના મહામારી હોવાના કારણે દર્દીઓને કોઈપણ જાતની તકલીફ ન પડે તે માટે રાજ્ય સરકારે ઇન્ડિયન આર્મીની મદદ લીધી છે.
તૌકેતે વાવાઝોડાની અસર - માંગરોળ બંદર પર 10 નંબરનું અતિ ભયજનક સિગ્નલ લગાવાયું
અરબી સમુદ્રમાં ભયાનક રીતે આગળ વધી રહેલું તૌકતે વાવાઝોડું વાવાઝોડું સંઘપ્રદેશ દીવથી 180થી લઈને 200 કિલોમીટરની દૂરી પર સ્થિર થયું છે.
આ શક્યતાઓને પગલે માંગરોળ બંદર પર 10 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. જે પ્રકારે તૌકતે વાવાઝોડું સતત તીવ્ર ગતિએ સુપર સાયક્લોનમાં પરિવર્તિત થઈને આગળ વધી રહ્યું છે, જેના કારણે ચિંતાનું વાતાવરણ પણ હવે ઉભું થઇ રહ્યું છે. વાવાઝોડાને પગલે વીજ પુરવઠો ખોરવાઇ જવાની શક્યતાઓ પણ નકારી શકાતી નથી. તૌકતે વાવાઝોડાના જોખમને કારણે દરિયામાં પણ વિકરાળ મોજા ઉછળવાની શક્યતાઓ હવામાન વિભાગ વ્યક્ત કરી રહ્યું છે.
વડોદરામાં તૌકતે વાવાઝોડાની અસર
વડોદરા જિલ્લા કલેક્ટર ખાતે જિલ્લા કલેક્ટર શાલીની અગ્રવાલની અઘ્યક્ષતામાં તમામ તૈયારીઓ અંગે અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી. ખાનગી હોસ્પિટલના સંચાલકો સાથે પણ બેઠક યોજી હતી. હોસ્પિટલના પુરવઠાકારો સાથે પણ ચર્ચા કરવામાં આવી હતી. હોસ્પિટલમાં દર્દીના સગા માટે રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. ક્વિક રિસ્પોન્સ ટ્રીટમેન્ટમાંથી પણ 30 દર્દીઓને શિફ્ટ કરવામાં આવ્યા હતા.
તૌકતે વાવાઝોડા વચ્ચે પોલીસની સરાનીય કામગીરી - વૃદ્ધને ખભા પર બેસાડીને કરાયું સ્થળાંતર
રાજકોટ રૂરલ પોલીસ દ્વારા તૌકતે વાવાઝોડાના જોખમને ધ્યાનમાં રાખીને નીચાણવાળા વિસ્તારોને ખાલી કરાવામા આવ્યા હતા, ત્યારે આ વિસ્તારોને ખાલી કરાવતી વખતે રાજકોટ જિલ્લાના પડધરીમાં પોલીસનો એક સુંદર વીડિયો સામે આવ્યા હતો. આ વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે, એક કોન્સ્ટેબલ તેની પીઠ પર એક વૃદ્ધને બેસાડીને સ્થળાંતરિત કરવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો -
- ગુજરાતમાં આવેલા વાવાઝોડા અને તેની ભયાનક અસરો
- CM વિજય રૂપાણી અને આર્મીના અધિકારીઓ વચ્ચે બેઠક યોજાઇ, આર્મી બચાવકાર્યમાં મદદ કરશે
- નવસારીના બોરસી-માછીવાડ ગામે દરિયો થયો ગાંડોતૂર
- ગુજરાતમાં તૌકતે વાવાઝોડું રાત્રિના 8થી 11 કલાક દરમિયાન 155થી 165 કિ.મી. પ્રતિ કલાક પવનની ગતિથી પ્રવેશવાની શક્યતા છે
- ગણતરીના કલાકમાં તૌકતે પહોંચશે ગુજરાત
- તૌકતે વાવાઝોડાને લઈને કચ્છનું વહીવટી તંત્ર સજ્જ, કર્યો આ બીચ બંધ
- તૌકતે વાવાઝોડું બન્યું અતિગંભીર, 155 થી 180 કિમિ પવનની ઝડપ સાથે વાવઝોડું ટકરાશે
- મિની લોકડાઉનમાં નાના વેપારી મંડળને મોટો ફટકો, સરકાર પાસે રાહતની આશા
- તૌકતે વાવાઝોડાના પગલે 25 જવાનોની NDRFની ટીમ માંડવી તાલુકાના દરિયાઈ વિસ્તારમાં પહોંચી
- તૌકતે માટે તૈયારીરુપે ઘોઘા અને અવણીયાની શેલ્ટર હોમની આ છે સ્થિતિ
- તૌકતે માટે તૈયારીરુપે ઘોઘા અને અવણીયાની શેલ્ટર હોમની આ છે સ્થિતિ
- તૌકતે વાવાઝોડા વચ્ચે પોલીસની સરાનીય કામગીરી - વૃદ્ધને ખભા પર બેસાડીને કરાયું સ્થળાંતર
- ઇન્ડિયન આર્મીની એન્જીનીયર ટાસ્ક ફોર્સ જામનગરથી થઈ રવાના, જાણો ક્યાં ક્યાં જિલ્લામાં જશે