ETV Bharat / city

Accident In Ahmedabad: પૂરઝડપે ધસી આવતાં ડમ્પરે માતાપુત્રને અડફેટે લીધાં, કેજીમાં ભણતાં માસૂમ અને માતાનું શું થયું જાણો - એએમસી ગાર્બેજ ટ્રક

અમદાવાદમાં સહજાનંદ કૉલેજ પાસે પૂરઝડપે આવેલા ડમ્પરે એક્ટિવાને ટક્કર (Accident In Ahmedabad) મારતા 5 વર્ષના બાળકનું કમકમાટીભર્યુ મોત થયું છે. બાળકની માતા પણ આ અકસ્માતમાં ઘવાઇ છે. ડમ્પરચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. મૃતક બાળક અમૃત જ્યોતિ સ્કૂલમાં જુનિયર કેજીમાં અભ્યાસ કરતો હતો.

પૂરઝડપે ધસી આવતાં ડમ્પરે માતાપુત્રને અડફેટે લીધાં, કેજીમાં ભણતાં માસૂમ અને માતાનું શું થયું જાણો

author img

By

Published : Apr 21, 2022, 7:00 PM IST

અમદાવાદ: અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં એક્ટિવા અને ડમ્પર વચ્ચે અકસ્માત (Accident In Ahmedabad) સર્જાતા એક માસૂમ બાળકનું કરુણ મોત નીપજ્યું છે. બાળકની માતા ઇજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ છે. જો કે અકસ્માતની ઘટનાની જાણ થતા અમદાવાદ શહેર પોલીસ (Ahmedabad City Police) કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

AMCનું ડમ્પર માથા પર ફરી વળ્યું- અમદાવાદમાં આઝાદ સોસાયટી (Ahmedabad Azad Society)માં રહેતા સુરભીબેન તેમના 5 વર્ષના દીકરા દેહરને આંબાવાડી અમૃત જ્યોતિ સ્કૂલ (ambawadi amrit jyoti school) મુકવા જતા હતા. તે દરમિયાન ઘરેથી હસતો-રમતો જતો દેહર તેની માતા સાથે વાતો કરતો હતો. વાતો કરતા-કરતા તેઓ સહજાનંદ કોલેજ (sahajanand college ambawadi) પાસે પહોંચ્યા હતા, ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનની કચરો ભરવાની ટ્રક (amc garbage truck) તેમના પર ચડી ગઇ હતી. આ અકસ્માતમાં દેહર નીચે પટકાયો અને તેના પર ડમ્પરનું ટાયર ફરી વળ્યુ હતું. દેહરના માથા પરથી ટાયર ફરી વળતા તે ત્યાં કચડાઇ ગયો હતો. બાળકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

આ પણ વાંચો: Accident in Surat: સુરતમાં ડમ્પરે ધોરણ 10ની વિદ્યાર્થીનીને અડફેટે લેતા પરીક્ષા પહેલા જ મોત

અમૃત જ્યોતિ સ્કૂલમાં જુનિયર કેજીમાં અભ્યાસ કરતું હતું બાળક- આઝાદ સોસાયટીમાં આવેલા એપાર્ટમેન્ટમાં રહેતા રોનક ભટ્ટ જમીન દલાલ તરીકે કામ કરે છે. તેમની સાથે તેમના પત્ની સુરભીબેન અને 5 વર્ષનો બાળક દેહર રહે છે. રોનક ભાઈ દરરોજ તેમના દીકરાને સ્કૂલે મુકવા જતા હતા. દહેર આંબાવાડી અમૃત જ્યોતિ સ્કૂલના જુનિયર કેજીમાં અભ્યાસ કરતો હતો. આજે સવારે રોનકભાઈના પિતાનું ઓપરેશન હોવાથી તેઓ તેમના પિતાને લઇને દવાખાને ગયા હતા. જેથી તેમની પત્ની સુરભીબેન દેહરને સ્કૂલે મુકવા ઘરેથી નીકળ્યા હતા.

પૂરઝડપે આવેલા ડમ્પરે ટક્કર મારતા બાળક અને માતા ફંગોળાયા- સુરભીબેન દેહરને લઇને સહજાનંદ કોલેજ પાસે પહોંચ્યા હતા. ત્યારે નહેરુનગર તરફથી AMCનું કચરાનું ડમ્પર આવતું હતું. તેણે સુરભીબેનની એક્ટિવાને ટક્કર મારી હતી. આ સમયે દેહર આગળ બેઠો હતો. તે એક્ટિવા પરથી ફગોળાઇ (accident in ambawadi ahmedabad)ને નીચે પટકાયો હતો તો બીજી તરફ સુરભીબેન પણ ફગોળાઈને નીચે પટકાયા હતા, પરંતુ કાળનો કોળિયો બની આવેલું ડમ્પર એટલું સ્પીડમાં હતું કે દેહરના માથે ફરી વળ્યું હતું.

આ પણ વાંચો: ઉલટા ચોર કોટવાલ કો ડાટે..! વડોદરામાં પોલીસ પુત્રે અકસ્માત સર્જી દાદાગીરીનો રોફ જમાવ્યો

ડમ્પરચાલક ઘટનાસ્થળેથી ફરાર- દેહરનો આગામી 1 જૂનના જન્મદિવસ હતો.અકસ્માત બાદ ડમ્પરચાલક સ્થળ પર ડમ્પર મુકીને ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતા અમદાવાદ શહેર પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને ડમ્પરચાલક વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.