ETV Bharat / city

AAP leader Ishudan Gadhvi surrenders : ગાંધીનગર ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં હાજર થયાં, લાઈ ડિક્ટેશન ટેસ્ટની માગ - ગુજરાતમાં દિલ્હી આપ લીગલ સેલ ટીમ

આપ નેતા ઇશુદાન ગઢવીએ ગાંધીનગરના ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં હાજર થવાની પ્રક્રિયા કરી હતી. તેઓનો (AAP leader Ishudan Gadhvi surrenders) એફએસએલ દ્વારા લિકર રીપોર્ટ પોઝિટિવ આવતાં તેમની સામે ગુનો નોંધવામાં આવ્યો છે. બીજીતરફ દિલ્હી આપની લીગલ ટીમ આ કેસને લઇને ગુજરાત (Delhi AAP Legal Cell Team in Gujarat) આવી છે.

AAP leader Ishudan Gadhvi surrenders : ગાંધીનગર ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં હાજર થયાં,લાઈ ડિક્ટેશન ટેસ્ટની માગ

author img

By

Published : Jan 3, 2022, 2:20 PM IST

Updated : Jan 3, 2022, 5:09 PM IST

અમદાવાદઃ પેપર લીક કાંડમાં ભાજપ કાર્યાલય કમલમમાં ઘૂસી વિરોધ કરવા દરમિયાન ઇશુદાન ગઢવી સહિત આમ આદમી પાર્ટીના અન્ય નેતાઓ અને કાર્યકરો સામે કાયદાકીય કાર્યવાહી થઇ રહી છે. આ સંદર્ભે ઇશુદાન ગઢવીનો લિકર રીપોર્ટ શનિવારે પોઝિટિવ મળતાં ગાંધીનગર ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જેને લઇને ઇશુદાન ગઢવીએ પત્રકારોને સંબોધન કરતાં જણાવ્યું હતું કે તેઓ ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં હાજર (AAP leader Ishudan Gadhvi surrenders) થવા જઇ રહ્યાં છે.

દિલ્હી આપની લીગલ ટીમ ગુજરાત આવી

ગુજરાતમાં આપ પાર્ટી દ્વારા પેપરલીક કાંડને લઈ કમલમ ખાતે વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં આપના કાર્યકરોની ધરપકડ થયા બાદ નેતા ઇસુદાન ગઢવી પર દારૂ પીધેલા હોવાની ફરિયાદ થઈ હતી. જેને લઈ દિલ્હી મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ પોતાની લીગલ ટીમને ગુજરાત (Delhi AAP Legal Cell Team in Gujarat)આવી છે. તો બીજી તરફ ઇસુદાને ફરી જાહેરમાં મા મોગલના સોગંદ ખાઈ કહ્યું કે તેમણે દારૂ પીધો નથી.

ગાંધીનગર ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં હાજર થયાં

ઇશુદાને દારુ પીવાનો કર્યો ઇનકાર

ઇશુુદાન ગઢવીએ મીડિયા સમક્ષ કહ્યું કે 13 દિવસના જેલવાસ બાદ મને જાણવા મળ્યું કે મારો લિકર રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હું આજે ગુજરાતની જનતાને કહેવા માગું છું કે ક્યારે પણ જિંદગીમાં મેં દારૂ પીધો નથી, તેમ છતાં મને તે દિવસે કહેવામાં આવ્યું કે તમારો રિપોર્ટ કરવાનો છે. ત્યારે પણ મેં સંમતિ આપી અને મેં કહ્યું કે મને પ્રાઇવેટમાં પણ રિપોર્ટ કરાવવા દેવામાં આવશે ત્યારે પોલીસે પણ હા કહી હતી. ડોક્ટરે ચકાસણી કરી ત્યારે કંઈ એવું જાણવા મળ્યું ન હતું. પછી મને જેલમાં લઈ જવામાં આવ્યો ત્યારે ત્યાં પોલીસે બ્રેથ એનેલાઇઝર થકી મને ચેક કરવાના આવ્યું ત્યારે તે નેગેટિવ આવ્યો હતો.. સવાલ છે કે વિરોધ કરવો તો વિરોધ પક્ષનું કામ છે, વિરોધ કરવા જતા વિરોધ પક્ષના નેતાઓ અને કાર્યકર્તાઓને હેરાન કરવામાં આવે છે. ભાજપ નિમ્ન કક્ષાની રાજનીતિ કરે છે. આ જે ભાજપ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો તેને ફરિયાદમાં તબદીલ કરવામાં આવે જેના કારણે મારી પ્રતિષ્ઠા પર સવાલ ઉપસ્થિત થઈ રહ્યાં છે. હું મા મોગલના કસમ ખાઈ કહું છું કે મેં દારુ પીધો નથી.

આ પણ વાંચોઃ FIR Against Isudan Gadhvi: આપના નેતાઓ માદક દ્રવ્યોનું સેવન કરી આવ્યા અને મહિલાઓ સાથે ગેરવર્તણૂકના આક્ષેપ

લાઈ ડિક્ટેશન ટેસ્ટની માગ કરી

ગઢવીએ વધુમાં જણાવ્યું કે પોલીસ સ્ટેશન હવે તેઓ જાતે હાજર (AAP leader Ishudan Gadhvi surrenders) થઈ રહ્યાં છે. મારો જે લિકર રિપોર્ટ આવ્યો છે એ શંકાસ્પદ છે. મારો લાઇ ડિક્ટેટર ટેસ્ટ કરાવવામાં (Ishudan Demands Lie Detection Test) આવે. છાતી ચીરીને હનુમાન તો નથી કે હું બતાવી શકું. તો બીજી તરફ મારી સ્પષ્ટ માગણી છે કે મારું બ્લડ સાચવીને રાખે સરકાર, એને લઇને પણ અમે આગળ કાર્યવાહી કરવા માગીએ છીએ. વધુમાં ઇસુદાન ગઢવીએ ઉમેર્યું કે પેપર લીક મામલે કોઇ વ્યક્તિ, મોટા માથાં સામે પગલાં નહીં, પણ ઇસુદાન ગઢવીએ દારુ પીધો કે નહીં એના ઉપર ચર્ચા ચાલે છે. આ લડાઇ ચાલુ રહેશે, હું હાલ ગાંધીનગર પોલીસ સ્ટેશનમાં હાજર થવા જઇ રહ્યો છું.

આ પણ વાંચોઃ Isudan Gadhvi FSL Report: AAP નેતા ઇસુદાન ગઢવીનો લિકર રિપોર્ટ પોઝિટિવ, પોલીસ ફરિયાદ દાખલ

Last Updated : Jan 3, 2022, 5:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.