- ગુરુવારે યોજવામાં આવી હતી આમ આદમી પાર્ટીની રેલી
- સૌથી લાંબા રૂટ પર કરવામાં આવ્યું હતું આયોજન
- ઢોલ નગારા અને ડીજેના તાલે મતદારો ને રીઝવવા નો પ્રયાસ
અમદાવાદ: શુક્રવારે સાંજે પાંચ વાગે ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થઇ જશે. જો કે, ગુરૂવારે પ્રચારનો અંતિમ દિવસ હોઇ ભાજપ, કોંગ્રેસ, આપ સહિતના અન્ય રાજકીય પક્ષો-અપક્ષોએ રેલીઓનુુ આયોજન કર્યુ હતું. શુક્રવાર રેલીઓનો દિવસ બની રહેશે. મનપાની ચૂંટણી જીતવા ભાજપ-કોંગ્રેસે એડીચોટીનું જોર લગાવ્યુ છે.
સવારે 11થી સાંજે 5 વાગ્યા સુધી ચાલી હતી રેલી
મહાનગરપાલિકાની ચૂંટણીમાં છેલ્લાં કેટલાંય દિવસથી ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે.ઉમેદવારોએ મતવિસ્તારમાં મતદારો સાથે સંપર્ક કરી ચૂંટણી પ્રચાર કર્યો છે.હવે આજે સાંજે પાંચ વાગે ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થઇ જશે. ત્યારે ગુરુવારે આમ આદમી પાર્ટી દ્વારા સવારે 11 વાગ્યા થી સાંજે 5 વાગ્યા સુધીની લાંબી રેલીનું આયોજન કર્યું હતું. જે સુંદરમનગર વિસ્તારથી શરૂ થઈને ગોમતીપુર વિસ્તારમાં મણીયાર વાડ સુધી ચાલી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો.
પાર્ટીના અગ્રણીઓ રહ્યા હતા હાજર
આ વિસ્તારના આમ આદમી પાર્ટીના ઉમેદવારો સાથે જ પ્રમુખ ગોપાલ ઈટાલિયા, સંગઠન પ્રભારી અને પ્રદેશ મીડિયા કન્વીનર તુલી બેનેર્જી પણ ઉપસ્થિત રહ્યા હતા.