ETV Bharat / city

આમ આદમી પાર્ટીએ પાછલાં દિવસોમાં ઘટેલી આગની ગોઝારી ઘટનાઓને લઈને તંત્ર સામે સવાલ ઉઠાવ્યાં

અમદાવાદમાં આજે આમ આદમી પાર્ટી અને નિવૃત્ત ફાયર અધિકારીએ કોવિડ હોસ્પિટલોમાં આગની ઘટનાઓ અને જાનહાનિને લઈને સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ દ્વારા પાછલા દિવસોમાં તંત્રની નિષ્ફળતા અને નિષ્ક્રિયતાને પ્રકાશિત કરવાનો પ્રયાસ કર્યો.

આમ આદમી પાર્ટીએ પાછલાં દિવસોમાં ઘટેલ આગની ગોઝારી ઘટનાઓને લઈને તંત્ર સામે સવાલ ઉઠાવ્યાં

author img

By

Published : Oct 3, 2020, 10:12 PM IST

અમદાવાદઃ ગુજરાતની કોવિડ હોસ્પિટલોમાં કેમ આગ લાગી રહી છે, અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં આગમાં 8 કોરોના દર્દીઓનાં મોત નીપજ્યાં, વડોદરામાં દર્દીઓ ખૂબ જ મુશ્કેલીથી બચી ગયાં. ગુજરાતમાં ફાયર સેફ્ટીની વાસ્તવિકતા શું છે ? આ મુદ્દે આજે આપ પાર્ટી સાથે નિવૃત્ત ફાયર ઓફિસરે પ્રજાને જાણકારી આપી અને પોતાના મંતવ્યો જણાવ્યાં હતાં.

ફાયર વિભાગમાં પણ ભ્રષ્ટાચારની રાવ
ફાયર વિભાગમાં પણ ભ્રષ્ટાચારની રાવ
અમદાવાદ અને ગુજરાતના અન્ય અગ્નિશામક વિભાગમાં, ફાયર કર્મચારીઓ સંપૂર્ણ રીતે લાયકાત ધરાવતાં નથી અને અયોગ્ય ભરતી કરીને ફાયર વિભાગ સંપૂર્ણપણે નબળો પડી ગયો છે. તેથી જ નેશનલ ફાયર સર્વિસ કોલેજ સાથે જોડાણ રદ કરવામાં આવ્યું છે.આમ આદમી પાર્ટીના મીડિયા કન્વીનર મિલિંદ શાહે જણાવ્યું હતું કે, ફાયર વિભાગમાં પણ ભ્રષ્ટાચાર ચાલે છે. ફાયરના સાધનોની કોઈપણ ખરીદી પહેલાં સેન્ટ્રલ વિજિલન્સ કમિશનરનો અભિપ્રાય જરૂરી છે, પરંતુ અહીં આવી કોઈ કમિટી નથી.
8 જિલ્લાના ફાયર વિભાગમાં 170 કર્મચારીઓની ભરતી ખોટી રીતે કરવામાં આવી
તેમણેે આક્ષેપ કર્યો છે કે, જુદા-જુદા 8 જિલ્લાના ફાયર વિભાગમાં 170 કર્મચારીઓની ભરતી ખોટી રીતે કરવામાં આવી છે. જુદા-જુદા પ્રદેશોમાં પ્રાદેશિક ફાયર અધિકારીઓની નિમણૂકથી શંકા ઉભી થાય છે.આમ આદમી પાર્ટીએ માગ કરી હતી કે ફાયર સેફટીના સાધનો માટે સરકારે સબસિડી આપવી જોઈએ.બર્ન્સ ફ્રી ઈન્ડિયા અને ફાયર સેફ ઈન્ડિયાના સંકલ્પ સાથે આદમી પાર્ટીના પ્રવક્તા મિલિંદ શાહે જ્યાં સુધી તક્ષશિલા અને શ્રેય હોસ્પિટલના વાસ્તવિક ગુનેગારોને સજા નહીં થાય, ત્યાં સુધી ઉઘાડા પગે રહેવાની ઘોષણા કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.