આજના સમયમાં સોશિયલ મીડિયા પર અજાણી વ્યક્તિઓ સાથે વાતચીત કરતાં લોકોએ ચેતવા જેવો અને ચોંકાવનારો કિસ્સો નિકોલમાં પ્રકાશમાં આવ્યો હતો. જેમાં પરસ્ત્રીઓ સાથે શારીરિક સુખ ભોગવવાના ચક્કરમાં યુવકે નગ્ન થઇ અજાણી વ્યક્તિને વીડિયો કોલ કર્યો હતો. આ કોલ રેકોર્ડ કરી યુવકનો નગ્ન વીડિયો તેને જ મોકલી આપી બ્લેકમેઈલ કરવામાં આવ્યો હતો અને પાંચ લાખની ખંડણી માગવામાં આવી હતી. જેથી કંટાળી યુવકે નિકોલ પોલીસ મથકમાં આ મામલે ફરિયાદ થતા પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે. ફીરોઝ ગનીભાઈ તૈલી અને હર્ષ પ્રજાપતિ નામના બંન્ને યુવકોની નિકોલ પોલીસે હનીટ્રેપ અને બ્લેકમેઈલિંગના ગુનામાં ધરપકડ કરી છે.
આરોપીઓએ ફિરોઝા ઓલ ગુજરાતના નામે બનાવટી ફેસબુક આઈડી બનાવ્યુ અને તેના આધારે યુવકોને મહિલાઓ સાથે શારીરિક સુખ ભોગવવાના રૂપિયા મળશે તેવી લાલચ આપી ન્યૂડ વિડીયો મંગાવવામાં આવતાં હતાં. જે અંગે પોલીસને માહિતી મળતાં છટકુ ગોઠવવામાં આવ્યું અને બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
અમદાવાદ-પૈસા કમાવાની લાલચમાં યુવક હની ટ્રેપમાં ફસાયો બ્લેકમેઇલ કરતાં પહેલાં ફીરોઝ યુવકોના ન્યૂડ વિડીયો મંગાવતો અને બાદમાં સભ્ય ફીના નામે 6500 રૂપિયા હર્ષના ખાતામાં જમા કરાવતો હતો. સભ્ય આઈડી મળ્યાં બાદ યુવતીઓનો સંપર્ક કરાવવાની લાલચ આપી યુવકોને ફસાવવાનું કામ ફીરોઝ તૈલી કરતો હતો. પરંતુ જ્યારે યુવક તેની જાળમાં ફસાઈ જાય ત્યારબાદ બદનામ કરવાની અને વિડીયો વાયરલ કરવાની ધમકી આપી રૂપિયા પડાવવાનો ખેલ શરૂ થતો હતો. મહત્વનું છે કે ફરિયાદીને 21 લાખનું દેવુ થઈ ગયુ હોવાથી રૂપિયા મેળવવાની લાલચે તે આ હની ટ્રેપમાં ફસાયો છે. પરંતુ નિકોલ પોલીસની શી ટીમ જ્યારે પેટ્રોલિંગમાં હતી ત્યારે ફરિયાદી સાથે વાતચીત થઈ અને યુવક પોલીસની મદદથી પોતાનીે બચાવી શક્યો..ઝડપાયેલ આરોપી ફીરોઝ અને હર્ષ બંન્ને બે વર્ષ પહેલા ફૂડ ડિલીવરીનું કામ કરતાં હતાં, ત્યારે એકબીજાના પરિચયમાં આવ્યાં, અને રૂપિયા કમાઈ લેવાની લાલચે બ્લેકમેઈલિંંગનો આ ધંધો શરૂ કર્યો. સામે ફરિયાદી પણ દેવામાથી નીકળવા રૂપિયા મેળવવા આ જાળમાં ફસાયો હતો. જ્યાં લોભીયા હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે, તે કહેવત અહીં સાચી ઠરે છે. ત્યારે જોવું એ રહ્યુ કે આખરે પોલીસ તપાસમાં આ ગુનામાં કેટલા આરોપી ઝડપાય છે.