ETV Bharat / city

અમદાવાદની એક મહિલા કોરોના સંક્રમિત દર્દીને આપી રહી છે ખાખરા, દરરોજના 500 કિલો જેટલા ખાખરનું વિતરણ - અમદાવાદના દંપતિની અનોખી સેવા

ગુજરાતમાં કોરોના મહામારીને લઈને અનેક લોકો દર્દીઓની મદદે આવ્યા છે. જેને લઈને અમદાવાદના એક દંપતિ કોરોના દર્દીઓને ખાખરાનું વિતરણ કરે છે. જે દરરોજ 500 કિલો જેટલા ખાખરાનું વિતરણ કરે છે.

Ahmedabad news
Ahmedabad news
author img

By

Published : May 8, 2021, 10:40 PM IST

  • કોરોનામાં અનેક લોકો સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યા છે
  • અમદાવાદના દંપતિની અનોખી સેવા
  • દરરોજ 400થી 500 કિલો ખાખરાનું કરી રહ્યા છે વિતરણ

અમદાવાદ : દેશ અને રાજ્યમાં કોરોનાની બીજી લહેરમાં અનેક લોકો સંક્રમિત થઈ રહ્યા છે અને અંતે તમામને હોસ્પિટલમાં દાખલ થવાની ફરજ પડી છે. દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ તેમની સારવાર અને ખાવા- પીવા માટે જરૂરી વસ્તુઓની મદદ થાય તે રીતેના પ્રયાસ કરી આ કોરોના મહામારી અનેક લોકો મદદરૂપ બની રહ્યા છે, ત્યારે અમદાવાદના વિસ્તારમાં રહેતા પતિ- પત્ની દ્વારા શહેરની સોલા સિવિલ હોસ્પિટલ અને અન્ય આઇસોલેશન સેન્ટરમાં કોરોનાના દર્દીઓને ખાખરાના પેકેટ પહોંચાવડામાં આવી રહ્યા છે, ત્યારે આ દંપતી સેવાનું કાર્ય કરી રહ્યાં છે. જોકે દંપતિ જાતે જ પકેટ તૈયાર કરી અને લોકો સુધી પહોંચાડી રહ્યા છે.

ખાખરાની અનોખી સેવા
ખાખરાની અનોખી સેવા

દર્દીઓને મદદ કરવાના એક અલગ વિચાર સાથે વિતરણ શરૂ કર્યું હતું

દેશ અને રાજ્યમાં કોરોનાની મહામારીના કારણે અનેક લોકો હેરાન પરેશાન છે, ત્યારે અનેક લોકો સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યા છે. જેમાં છાસ સહિત અનેક જ્યુસનું વિતરણ થઈ રહ્યું છે. જોકે અમદાવાદના મેમનગર વિસ્તારમાં રહેતા અને ઉદગમ સ્કૂલ ફોર ચિલ્ડ્રનમાં નોકરી કરતા ખુશ્બુ પટેલ અને તેમના પતિ કોરોનામાં લોકોની સેવા કરવાનો વિચાર આવ્યો હતો. જેને ધ્યાને રાખી તેઓએ દર્દીઓ માટે ખાખરાનો નાસ્તો આપવાના અલગ વિચાર સાથે વિતરણ શરૂ કર્યું હતું.

અમદાવાદ
અમદાવાદ

આ પણ વાંચો : કોરોના વાઇરસની મહામારી વચ્ચે દિયોદરમાં મહિલા કમ્યુનિટી હેલ્થ ઓફિસરની અનોખી સેવા

Etv Bharat સાથે વાતચીતમાં તેઓએ શું જણાવ્યું ?

Etv Bharat સાથે વાતચીત દરમિયાન ખુશ્બુ પટેલે જણાવ્યું હતું કે, કોરોનાની મહામારી અત્યંત દુઃખ થઈ રહ્યું હતું. દેશ અને રાજ્ય પર આવેલી આપદા જોઈ શકાય તે પ્રકારે ન હતી. અનેક લોકો સંક્રમિત થાય અનેક લોકોના મૃત્યુ થાય, આવી કપરી પરિસ્થિતિમાં લોકોની મદદ કરવાનો અત્યારે સમય આવ્યો હતો. એકબીજાની કોઈપણ રીતે કોઈપણ પ્રકારે મદદ કરી તેમને એક પરિવારની હૂંફ આપવાની જરૂર બની ગઈ હતી. જેથી મને વિચારવ્યો કે ખાખરા જેવો નાસ્તો વિતરણ કરવો જોઈએ. કારણ કે સૂકો નાસ્તો રાખી પણ શકાય. બસ આ જ નિર્ણયની વાત પતિને કરી અને બન્ને સાથે મળી કોરોનાના દર્દીઓને ખાખરાના પેકેટ આપવાનું નક્કી કર્યું હતું. જેથી અમે જાતે ખાખરાનો ઓર્ડર આપી પેક કરતા હતા. ખાખરાના પેકેટ બોક્ષમાં પેક કરી અને જાતે અમે પતિ- પત્ની સોલા સિવિલ હોસ્પિટલ અને મેમનગર વિસ્તારમાં બનેલા એક આઇસોલેશન સેન્ટરમાં અમે ખાખરાના પેકેટ આપ્યા છે.

અમદાવાદ
અમદાવાદ

આ પણ વાંચો : ડીસામાં ઓક્સિજનની અછત વચ્ચે રાજુભાઈ શાહની અનોખી સેવા

મહામારીમાંથી દેશ જલ્દી બહાર આવે તેવી પ્રાર્થના પણ કરી રહ્યા છે

500 કિલો જેટલા દર્દીઓને તેઓ ખાખરાના પેકેટ વહેચીં ચુક્યા છે. કોરોના મહામારીમાં દર્દીઓને બનતી તમામ મદદ કરી રહ્યા છે, ત્યારે સમાજમાં અનેક સેવાકીય પ્રવૃત્તિ કરી રહી છે. આ મહામારી દેશ પર એક મોટી આપદા રહેલી છે. તેમાંથી દેશ જલ્દી બહાર આવે તેવી પ્રાર્થના પણ કરી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.