- સ્ટાફના અભાવે વધુ 90 નૌસેનાના સભ્યોની ટીમ અમદાવાદમાં આવી
- 950 બેડની હોસ્પિટલમાં માત્ર 600 જેટલા બેડ જ શરૂ કરાયા છે
- દેશના વિવિધ વિસ્તારોમાં ફરજ પર તેનાત અધિકારીઓ અમદાવાદમાં પહોંચ્યા
અમદાવાદ: રાજ્યમાં સૌથી વધારે સંક્રમણ અમદાવાદ શહેરમાં ફેલાયુ છે. હોસ્પિટલમાં બેડની સંખ્યા તો વધારવામાં આવી રહી છે પરંતુ મેડિકલ સ્ટાફની ઘટ વર્તાઇ રહી છે. ધનવંતરી કોવિડ હોસ્પિટલમાં 950 બેડની સુવિધા તો સરકાર દ્વારા ઉભી કરવામાં આવી છે પરંતુ 600 જેટલા બેડ જ સ્ટાફના અભાવે શરૂ કરવામાં આવ્યા છે. ત્યારે હવે ભારત સરકાર દ્વારા વધુ નૌસેનાના 90 સભ્યોની ટીમ ફાળવવામાં આવી છે. જે અમદાવાદ પણ પહોંચી ચુકી છે.
વધુ વાંચો: અમૂલને કોરોનાકાળ ફળ્યો, વાર્ષિક ટર્નઓવર 9.04 ટકા વધીને 8586 કરોડને પાર
DRDO ધન્વંતરી કોવિડ હોસ્પિટલમાં નૌસેનાની ટીમ આવી
અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટર ખાતે ગુજરાત સરકાર અને DRDO દ્વારા શરૂ કરવામાં આવેલી ધન્વંતરી કોવિડ હોસ્પિટલમાં પહેલા કેરળથી નૌસેનાની 57 સભ્યની મેડિકલ ટીમ આવી. હવે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમથી 26 સભ્ય સહિત દેશના વિવિધ વિસ્તારથી 90 સભ્યની મેડિકલ ટીમ અમદાવાદ આવી છે. તેમાં નૌસેનાએ એનેસ્થેલિયાલોજિસ્ટ, ફિઝિશિયન્સ, મેડિકલ ઓફિસર્સ, નર્સિગ સ્ટાફ અને પેરામેડિકલ સ્ટાફના 90 સભ્યને અમદાવાદ મોકલ્યા છે.
વધુ વાંચો: રાજકોટમાં કોરોનાના 15 જેટલા દર્દીઓ એર એમ્બ્યુલન્સ મારફતે શિફ્ટ થયા
વિશાખાપટ્ટનમથી નૌસેનાની ટીમ આવી
કોરોનાના સંક્રમણને પગલે હોસ્પિટલમાં પણ દર્દીઓને સારવાર માટે જગ્યા મળતી નથી. તેવામાં મેડિકલ સ્ટાફની પણ અછત છે ત્યારે કોરોનાના દર્દીઓને સારવાર મળી રહે તે માટે વિશાખાપટ્ટનમથી નૌસેનાએ 26 સભ્યોની મેડિકલ ટીમ આવી છે. જેમાં 7 ડૉક્ટર, 2 નર્સિંગ ઑફિસર, 2 પેરામેડિકલ અને 15 સપોર્ટિંગ સ્ટાફ જોડાયો છે.