- અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધ્યું
- કોર્પોરેશનની ટેક્સ વિભાગની ટીમે શહેરમાં 236 એકમોની તપાસ કરી
- ત્રણ યુનિટને સીલ કરાયા
અમદાવાદ : કોરોનાનું સંક્રમણ વધતા AMC દ્વારા ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. જેમાં આજે મંગળવારે કોર્પોરેશનની ટેક્સ વિભાગની ટીમે શહેરમાં 236 એકમોની તપાસ કરી હતી, જેમાંથી ત્રણ યુનિટને સીલ કરવામાં આવ્યા હતાં.
આ પણ વાંચો : અમદાવાદ મનપા અને GPCBએ ઓક્સિજન કંટ્રોલરૂમ કર્યો શરૂ
રાજ્ય સરકારે 50 ટકા જ સ્ટાફની છૂટ આપી છે
આ પહેલાં 12 એપ્રિલે ગુજરાત સરકારે રાજ્ય સરકારની કચેરીઓ, અર્ધ સરકારી કચેરીઓ, બોર્ડ - કોર્પોરેશન તથા તમામ ખાનગી ઓફિસોમાં કર્મચારીઓની હાજરી 50 ટકા સુધી રાખવાનો અથવા કર્મચારીઓ ઓલ્ટરનેટ દિવસે ફરજ પર આવે એવી વ્યવસ્થા સુનિશ્ચિત કરવાનો નિર્ણય કર્યો હતો. આ પરિપત્રનું પાલન કરીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આ નિર્ણય કર્યો છે.