- 'વોકલ ફોર લોકલ'નું પ્રતીક આત્મનિર્ભર ચરખો
- સ્વદેશી વસ્તુ ખરીદવા પ્રેરણા આપતો આત્મનિર્ભર ચરખો
- ટ્વીટર સાથે જોડાયેલ છે ચરખો
અમદાવાદઃ આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 12 માર્ચે આત્મનિર્ભર ચરખો લોન્ચ કર્યો હતો. આ ચરખો અત્યારે ગાંધી આશ્રમમાં મ્યુઝિયમ પાસે રાખવામાં આવ્યો છે. ચરખાની વિશેષતા એ છે કે, આ ચરખો 'લોકલ ફોર વોકલ' સ્લોગન સાથે સંકળાયેલો છે. એટલે કે, વધુમાં વધુ લોકો સ્વદેશી વસ્તુ ખરીદે તે તરફ લોકોને આકર્ષવાનો તેનો હેતુ છે. જ્યારે કોઈ પણ વ્યક્તિ સ્વદેશી વસ્તુ ખરીદીને તેને હેશટેગ સાથે 'વોકલ ફોર લોકલ' લખીને ટ્વીટ કરશે, ત્યારે આ ચરખો API ના માધ્યમથી ટ્વીટને કેપ્ચર કરશે અને એક રાઉન્ડ ફરશે. ચોવીસ કલાક આ ચરખો ફરતો રહેશે. આ ચરખા માટે પાવર સપ્લાય અને ઇન્ટરનેટ જરૂરી છે.
આ પણ વાંચોઃ ગાંધી આશ્રમમાં VIP ચરખોઃ અનેક મહાનુભાવ તેની પર કાંતી ચુક્યા છે રૂ
ચરખા સાથે સ્ક્રીન જોડાશે, જેની પર ટ્વીટ દેખાશે
ચરખા સાથે એક સ્ક્રીન પણ રાખવામાં આવશે. જેની પર આત્મનિર્ભર ભારતની ટ્વીટ દેખાશે. ગાંધીજીએ મુંબઈમાં ભગિની સમાજની સભામાં 'આત્મનિર્ભર' ભારત વિશે કહ્યું હતું. ચરખો તેનું જ પ્રતીક છે.