શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા આગામી 3, 4 અને 5 જાન્યુઆરી દરમિયાન ગુજરાતના બ્રાહ્મણોની મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટ યોજવામાં આવી છે. આ ઉપરાંત બ્રહ્મ ગૌરવ એવોર્ડ કાર્યક્રમ પણ યોજવામાં આવશે.
શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષાના મહામંત્રીએ કાર્યક્રમ અંગે જણાવ્યું કે, ત્રિમંદિર અડાલજ પાસેના વિશાળ ગ્રાઉન્ડમાં આગામી 3, 4 અને 5 જાન્યુઆરીના રોજ બ્રાહ્મણ બિઝનેસ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમ 3,50,000 ચોરસ મીટર જેટલી જગ્યામાં કરવામાં આવશે, જેમાં 3 લાખથી વધુ લોકો જોડાશે.
કાર્યક્રમમાં BE TO BE અને BE TO SEE બેઠક ઉપરાંત રોજગારી મેળો અને 200 ઉદ્યોગ રસિકોના સ્ટોલ ઉભા કરવામાં આવશે. આ સાથે જ વિશિષ્ટ યોગદાન પ્રાપ્ત કરનારા 600થી વધુ પ્રતિભાવને સન્માનિત કરવામાં આવશે, તેમજ 10,000થી વધુ વ્યક્તિઓને રોજગારી આપવાનો અંદાજ રાખવામાં આવશે.
સમિટના પ્રથમ દિવસે 9 કલાકે કથા કાર રમેશ ઓઝા, ભાગવત કથા કાર જીજ્ઞેશ દાદા સહિત 150થી વધુ સાધુ, સંત, મહંતની ઉપસ્થિતિમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે 101 સ્વાગત અને ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ 12 કલાકે મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી, ગૃહ પ્રધાન પ્રદિપસિંહ જાડેજા તેમજ પ્રધાન વિભાવરીબેન દવે ઉદ્ઘાટન સમારોહમાં ઉપસ્થિત રહેશે.