ETV Bharat / city

કોરોના સંક્રમિત મિત્રના વ્હારે આવ્યા 25 વર્ષ પહેલાના 5 બેચમેટ્સ, 80 લાખથી વધુનું ભંડોળ ભેગું કર્યું - Hospital in Chennai

અમદાવાદમાં ડર્મીઓલોજિસ્ટ તરીકે સેવા આપતા ડૉ. તુષાર પટેલ ( Tushar Patel ) કોરોના સંક્રમિત આવતા તેમના લંગ્સ પર ખૂબ ગંભીર અસર પડી હતી. ઓક્સિજન લેવલ પણ ખૂબ નીચું આવી ગયું હતું. તુષારભાઇના દુઃખ હાલતમાં તેમની સાથે 25 વર્ષ પહેલા અભ્યાસ કરતા બેચમેટ્સ તેમની મદદે આવ્યા હતા. આ સાથે ડૉ. તુષાર પટેલ ( Tushar Patel )ના મિત્રોએ તેમની સારવાર માટે 80 લાખથી વધુનું ભંડોળ એકઠુ કર્યું અને તેમને ચેન્નાઇની હોસ્પિટલમાં સારવાર અર્થે એરલીફ્ટ પણ કરાયા હતા.

human interest story
human interest story
author img

By

Published : May 25, 2021, 9:14 PM IST

Updated : May 25, 2021, 10:01 PM IST

  • કોરોના સમયે 25 વર્ષ જૂના બેચમેટ્સ આવ્યા મદદે
  • મિત્રના ઉપચાર માટે 80 લાખનું ભંડોળ ઉભું કર્યું
  • મિત્રને એરલીફ્ટ કરી ચેન્નઈની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કર્યો

અમદાવાદ : જ્યારે પણ મિત્રતાની વાત આવે, ત્યારે કૃષ્ણ-સુદામાંનું ઉદાહરણ આપવામાં આવે છે, પરંતુ કોરોના કાળમાં અમદાવાદ શહેરમાં બનેલા એક કિસ્સાને પણ હવેથી હંમેશા મિત્રતા માટે યાદ કરવામાં આવશે. અમદાવાદમાં ડર્મીઓલોજિસ્ટ તરીકે સેવા આપતા ડૉ. તુષાર પટેલ ( Tushar Patel ) કોરોના સંક્રમિત આવતા તેમના લંગ્સ પર ખૂબ ગંભીર અસર પડી હતી. ઓક્સિજન લેવલ પણ ખૂબ નીચું આવી ગયું હતું. સ્થિતિ બગડતા 25 વર્ષ જૂના બેચમેટ્સ કે જેમણે તુષારભાઈ સાથે અભ્યાસ કર્યો હતો, તેઓ દુઃખની આ ઘડીમાં તેમની સાથે આવી સમાજ સામે મિત્રતાનું એક ઉત્તમ ઉદાહરણ આપ્યું છે.

શું કહે છે ડૉ. વિસ્મિત જોશીપુરા?

આ પણ વાંચો - કોરોનાથી પત્નીના મોતના ત્રણ દિવસ બાદ પતિને મ્યુકોરમાઇકોસિસ રોગની જાણ થઇ, એક આંખ કાઢવી પડી

કઈ રીતે તુષારભાઈ બીમારીથી ઘેરાયા?

તુષારભાઈ તેમની 10 વર્ષની બાળકી, પત્ની અને પિતા સાથે કોરોના પોઝિટિવ આવ્યા પણ અન્યની સરખામણીએ તેમના પિતાનું સ્વાસ્થ્ય વધુ કથળ્યું હતું. એકાએક તેમનું ઓક્સિજન લેવલ ઘટી ગયું અને તેમને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ( Ahmedabad Civil Hospital )માં દાખલ કરવા પડ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. પોતાના પિતાની આ સ્થિતિને કારણે ડૉ. તુષાર પટેલ ( Tushar Patel ) પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન ન રાખી શક્યા હતા. અંતે તેમની સ્થિતિ એટલી હદે કથળી ગઇ હતી કે તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

human interest story
તુષારભાઇના મિત્રોએ તેમની સારવાર માટે 80 લાખથી વધુનું ભંડોળ એકઠુ કર્યું

આ પણ વાંચો - રેલવે વિભાગના પૂર્વ ક્લાસ વન અધિકારીને મ્યુકોરમાઇકોસિસના કારણે એક આંખ કાઢવી પડી

મિત્રોને જાણ થતાં તેઓ મદદે પહોંચ્યા

પોતાના મિત્રને આ સ્થિતિમાં જોઈ ડૉ. વિસ્મિત જોશીપુરા ( Vismit Joshipura ) અને તેમની સાથેના બીજા 4 મિત્રો કે જે આજે વિવિધ વિભાગોમાં કાર્યરત છે. તેમને મિત્રની મદદે આવ્યા હતા. મિત્રની સારવાર માટે મોટા પાયે પૈસાની જરૂર પડતા તેમણે બેચમેટ્સ સાથે સંપર્ક કરી ફંડ ભેગા કરવાનું શરૂ કર્યું હતું. બેચમેટ્સની સાથોસાથ ડૉ. તુષાર પટેલ ( Tushar Patel )ના એસોસિએશનના સાથીમિત્રો, સિનિયર્સ અને, જુનિયર્સ પણ મદદે આવ્યા હતા. આવા પ્રયાસોથી જ્યારે ડૉ. તુષાર પટેલ ( Tushar Patel )ની તબીયત વધુ ગંભીર થઇ તો તેમને એરલીફ્ટ કરી ચેન્નાઈની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા.

human interest story
મિત્રોને જાણ થતાં તેઓ મદદે પહોંચ્યા

આ પણ વાંચો - કોરોના કાળમાં ફક્ત 1 રૂપિયામાં ઘરે ટિફિન પહોંચાડતો અમદાવાદનો યુવાન

કોલેજના પ્રોફેસર્સ પણ ફંડ માટે આગળ આવ્યા

ફંડ માટે ભેગા થતા લાખો રૂપિયા કઈ રીતે ભેગા કરવા? બચત ખાતામાં ફંડ ભેગું થતા ટેક્સ લાગવાની શક્યતા એક મોટી સમસ્યા હતી. એવામાં ડૉ. તુષાર પટેલ ( Tushar Patel )ના પ્રોફેસર આગળ આવ્યા હતા. તેમણે પોતાના એક મિત્ર કે જેમને ટેક્સ વિભાગ સાથે જોડાયેલા છે. તેમનો સંપર્ક કરી કઈ રીતે આ માટે પગલાં લઈ શકાય તે માટેની મદદ લેવામાં આવી હતી. હાલ તમામે સાથે મળી 80 લાખથી વધુ ભંડોળ ભેગું કર્યું છે.

human interest story
મિત્રને એરલીફ્ટ કરી ચેન્નઈની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કર્યો

આ પણ વાંચો - વલસાડમાં ખાનગી હોસ્પિટલ કરતા સરકારી હોસ્પિટલમમાં પ્રસૂતિનો આંકડો વધ્યો

શું કહે છે ડૉ. વિસ્મિત જોશીપુરા?

ડૉક્ટર વિસ્મિત જોશીપુરાનું કહેવું છે કે, અમે વર્ષ 1994ના બીજે મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ રહી ચૂક્યા છીએ. વિદ્યાર્થી સમયે બધા એક જ થાળીમાં જમતા હતા. હોસ્ટેલ લાઇફનો પણ સમય ખૂબ જ યાદગાર રહ્યો હતો. અભ્યાસ બાદ બધા મિત્રો છૂટા પડ્યા બાદ કોઈ અમેરિકા ગયું તો કોઈ અલગ જિલ્લાઓમાં અને રાજ્યોમાં ગયા, અમે ક્યારેય કોઈને ગુડ મોર્નિંગના મેસેજીસ નથી કરતા પણ તોય અમારી મિત્રતા હજૂ પણ જીવંત છે. જ્યારે ફંડ ભેગા કરવાની વાત આવી, ત્યારે બધાયે મિલો દૂર હોવા છતાં ફંડ પહોંચતું કર્યું હતું. હજૂ અમારી પાસે એવી વ્યવસ્થા છે કે, જ્યાં આગામી સ્થિતિમાં જો ફંડની જરૂર પડે તો પણ મેનેજ થઈ જશે.

human interest story
કોરોના સમયે 25 વર્ષ જૂના બેચમેટ્સ આવ્યા મદદે

- A real story of friend are forever

Last Updated : May 25, 2021, 10:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.