ETV Bharat / city

Metro court Warrants : મહિલા IPS અધિકારી સહિત 3 સામે મેટ્રો કોર્ટે જાહેર કર્યું વોરન્ટ - Metro Court Warrants Against Police

મેટ્રો કોર્ટના મેજિસ્ટ્રેટે મહિલા IPS, PI સહિત 2 પોલીસ સબ ઇન્સ્પેક્ટરની વિરુદ્ધ વોરંટ (Metro Court Warrants) જારી કર્યા છે. કોર્ટમાં અરજી કરવામાં આવી હતી કે, છેલ્લી ત્રણ મુદ્દતથી કોર્ટમાં હાજર રહેતા નથી. કોર્ટના હુકમનું અનાદર કરે છે. જાણો શું હતો બનાવ...

Metro court Warrants : મહિલા IPS અધિકારી સહિત 3 સામે મેટ્રો કોર્ટે જાહેર કર્યું વોરન્ટ

author img

By

Published : Apr 9, 2022, 11:34 AM IST

અમદાવાદ : છારાનગર પોલીસ દમન કેસમાં મેટ્રો કોર્ટના મેજિસ્ટ્રેટ બી.એચ. કાપડીયાએ કોર્ટમાં મુદ્દતે ગેર હાજર રહ્યા હતા. જેને લઈને મેટ્રો કોર્ટના મેજિસ્ટ્રેટરે મહિલા IPS, PI સહી બે પોલીસ સબ ઇન્સ્પેક્ટરની વિરુદ્ધ વોરંટ (Metro Court Warrants) જારી કર્યા છે. મેટ્રો કોર્ટે મહિલા IPS સ્વેતા શ્રીમાળી, PI આર.એન. વિરાણી, PSI ડી.કે.મોરી અને જે.જી.ધીલ્લોનની વિરુદ્ધ રૂપિયા 10000ના જામીન લાયક વોરંટ જારી કર્યા છે.

કોર્ટ કર્યા વોરંટ જારી - ફરિયાદી આતિષ ઈન્દ્રેકર તરફે એડવોકેટ જ્યેન્દ્ર અભવેકરે કોર્ટમાં વોરંટ જારી કરવા અરજી આપી હતી. એવી રજૂઆત કરી હતી કે આરોપીઓને સમન્સની બજવણી થઈ ગઈ છે. છેલ્લી ત્રણ મુદ્દતથી કોર્ટમાં હાજર રહેતા નથી. કોર્ટના હુકમને (Metro Court Warrants Against Police) પણ પોલીસ અધિકારીઓ ગણકારતા નથી. કાયદો જાણતા હોવા છતાં કોર્ટના હુકમનો અનાદર કરે છે. આરોપી પોલીસ અધિકારીઓ વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કરવા માંગ કરી હતી.

આ પણ વાંચો : Woman lawyer beaten by police : પીડિતા મહિલા વકીલની આપવીતી પોલીસે ઢોરમાર માર્યો અને બિભત્સ ગાળો આપી

નિર્દોષ લોકોને માર્યા - આ કેસની વિગત એવી છે કે,ગઈ 26મી જુલાઈ 2018 ના રોજ PSI ડી.કે.મોરીએ પોલીસમાં કંટ્રોલ મેસેજ કર્યો હતો. કે છારાનગરમાં રેડ કરવા જતા લોકોના ટોળાએ હુમલો કર્યો છે. ત્યારબાદ શહેર પોલીસનો કાફલો છારા નગર આવી નિર્દોષ લોકોને ઘરમાંથી બહાર કાઢી માર માર્યા હતો. ઘરની બહાર પાર્ક કરેલા વાહનોની તોડફોડ કરી હતી. જેમાં સામાજિક કાર્યકર આતિષ ઈન્દ્રેકરે ગંભીર રીતે માર મારતા તેમને એડવોકેટ જ્યેન્દ્ર અભવેકર મારફત (Metro Court Warrants Against Three Policemen) મેટ્રો કોર્ટમાં ફરિયાદ કરી હતી.

આરોપીઓએ કર્યા આક્ષેપ - આરોપીઓએ સેક્ટર 2ના જેસીપી અશોક યાદવ, ઝોન 4 સ્વેતા શ્રીમાળી, PI વિરાણી, PSI ડી.કે.મોરી, જે.જી.ધિલ્લોન સામે આક્ષેપ કરવામાં આવ્યા હતા. આ મામલે મેટ્રો કોર્ટના મેજિસ્ટ્રેટ બી.એચ. કાપડીયાએ પોલીસ સામે 197 નો બાધ નડતો નથી. તેમની ફરજ પર જઈને કૃત્ય કર્યું છે. તમામની સામે ગુન્હો (Warrant Against Female IPS in Ahmedabad) નોંધી સમન્સ જારી કર્યા હતા.

આ પણ વાંચો : Case of beating PSI: મહિલા વકીલને કોર્ટમાં રજૂ કરનાર પોલીસને જ પોલીસ પ્રોટેક્શન માંગવું પડ્યું

પોલીસનું બયાન, પરીક્ષા બંદોબસ્તમાં વ્યસ્ત - આજ રોજ તમામ પોલીસ આરોપીઓને સમન્સની બજવણી થતા PSI ધિલ્લોન હજાર રહ્યા હતા. કોર્ટે તેમના પાસેથી 10 હજારના જામીન લીધા હતા. અન્ય આરોપીઓએ મુદ્દત રિપોર્ટ રજૂ કરી સમયની માંગ કરી હતી. જ્યારે અશોક યાદવને LRD પરીક્ષામાં બંદોબસ્તમાં વ્યસ્ત હોવાથી કોર્ટે રાહત આપી છે. જો કે, આ મામલે 28 મી એપ્રિલે વધુ સુનાવણી (Ahmedabad Metro Court) હાથ ધરાશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.