- સમાજનું સંગઠન મજબૂત થાય એટલે દરેક ગામડે સમિતિની રચના કરવી
- વિરમગામ,માંડલ,દસાડા,પાટડી તાલુકા સહિત હિત રક્ષક સમિતિની મીટિંગ મળી
- સમાજમાં વિશિષ્ટ કામગીરી કરવા બદલ સન્માન પત્ર એનાયત કરવામાં આવ્યા
અમદાવાદઃ પાટડી મુકામે વિરમગામ, માંડલ, દસાડા, દેત્રોજ તાલુકાના અનુસૂચિત જાતિ હિત રક્ષક સમિતિની જનરલ મીટિંગ યોજાઇ હતી. જેમાં સમાજમાં વિશિષ્ટ કામગીરી કરવા બદલ સામાજિક સન્માન પત્ર એનાયત કરવામાં આવ્યા હતા.
સમાજનું સંગઠન મજબૂત થાય અને દરેક ગામડે અનુસૂચિત હિતરક્ષક સમિતિની રચના કરવી
આગામી દિવસોમાં સમાજનું સંગઠન મજબૂત થાય તેના અનુસંધાને ગામડે ગામડે અનુસૂચિત હિત રક્ષક સમિતિની રચના કરવી અને સમાજ જાગૃત થાય તેવા પ્રયત્નો કરવા ચર્ચા વિચારણા જનરલ મીટિંગમાં કરાઇ હતી. ભીમ જ્યોત ભવન ખાતે જનરલ મીટિંગમાં સમાજ જાગૃત થાય તેવા પ્રયત્નો કરવા અને એના વિશે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.