- વધુ સ્ટાફની જરૂર પડતી હોવાથી અલગ-અલગ દિવસે મતગતરી
- ચૂંટણી પંચ 2005થી અલગ-અલગ મતગણતરી રાખે છે
- હાઇકોર્ટે ચુકાદો રાખ્યો અનામત
અમદાવાદ: અરજદારે કોર્ટમાં રજૂઆત કરી હતી કે, ચૂંટણી પંચ પાસે સત્તા છે કે તેઓ એક જ દિવસમાં મતગણતરી કરાવી શકે છે. ત્યારે કાઉન્ટીંગ અલગ-અલગ રાખવાથી નુકસાન થાય છે એવા કોઈ પુરાવા અરજદારે આપ્યા નથી.
ઇલેક્શન કમિશને કોર્ટમાં કરી રજૂઆત
સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો એક જ દિવસે રાખવા મામલે થયેલી પિટિશનની સુનાવણી વખતે ઇલેક્શન કમિશને કોર્ટમાં જણાવ્યું હતું કે, વર્ષ 2005થી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનું કાઉન્ટીંગ અલગ-અલગ જ રાખવામાં આવે છે. જો કે અગાઉ 303થી વધુ પાનાનું સોંગદનામું રજૂ કર્યું હતું. જેમાં અરજદારની પિટિશન ટકવા પાત્ર ન હોવાનું ઇલેક્શન કમિશને કોર્ટમાં રજૂઆત કરી હતી.