અમદાવાદ લોકોની સુરક્ષા કરનાર પોલીસ પોતેજ સુરક્ષિત નથી. આવો કિસ્સો બન્યો છે અમદાવાદમાં. અમદાવાદના વટવા જીઆઇડીસી પોલીસ મથકમાં પોલીસકર્મી પર જ હુમલો કરીને એક શખ્સ ફરાર થઈ ગયો છે. પોલીસકર્મી ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યો છે. જેને પ્રથમ સિવિલ અને બાદમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. કોણ છે આ આરોપી અને કઈ રીતે પોલીસકર્મી પર કર્યો હુમલો જોઈએ.
ચાર્જિંગની વાતને લઇને બંને ભાઈઓ વચ્ચે ઝગડો આ ઘટના છે અમદાવાદના વટવા જીઆઇડીસી વિસ્તારની. જીઆઇડીસી વિસ્તારમાં બીરબલ પલાશ અને તેનો ભાઈ જીજ્ઞેશ પલાશ તેમજ તેનો અન્ય પરિવાર એકજ છાપરા નીચે અલગ અલગ રહેતા હતાં અને કડિયા કામની છૂટક મજૂરી કરતા હતાં. ગઇકાલે રાતના સમયે મોબાઈલ ચાર્જિંગની વાતને લઇને બંને ભાઈઓ વચ્ચે ઝગડો થયો હતો. જેમાં બીરબલે 100 નંબર પર ફોન કરતાં સમગ્ર મામલે ઇન્વેના પોલીસકર્મી પોપટભાઈ અને અન્ય સ્ટાફ ત્યાં પહોંચ્યા હતાં. પોલીસ બીરબલ અને તેના ભાઈ જીગ્નેશને પોલીસ મથક લઈ આવી હતી.
આ પણ વાંચો છેતરપિડી કેસના આરોપીએ પોલીસને પણ છેતર્યા
પોલીસ મથકની અંદર જ પોલીસકર્મી પર હુમલો બીરબલ તેના ભાઈ વિરૂદ્ધ અરજી લખાવી રહ્યો હતો અને પોલીસે જીગ્નેશને અંદર બેસાડ્યો હતો. અરજી લખ્યા બાદ એક પોલીસકર્મી તે અરજીને પીએસઓ પાસે આપવા ગયા હતાં. જે દરમ્યાન બીરબલ અને પોલીસકર્મી પોપટભાઈ વચ્ચે કઈક વાતચીત થઈ હતી. જેમાં ઉશ્કેરાઇને બીરબલ દ્વારા બોથડ પદાર્થના ઘા મારીને પોપટભાઇને ઇજાગ્રસ્ત કરી ત્યાંથી નાસી છૂટયો હતો. પોપટભાઇને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં ખાનગી હોસ્પિટલમાં ઓપરેશન કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો શહેરમાં શંકાસ્પદ ટ્રકને રોકવા જતા PCR વાન પર ટ્રક ચઢાવવાનો પ્રયાસ
બીરબલ વિરૂદ્ધ પ્રોહિબિશન ગુનાઓ જ્યારે પોલીસકર્મી પોપટભાઈ પર હુમલો કરનાર બીરબલ વટવા જીઆઇડીસી વિસ્તારમાં બુટલેગર છે. વટવા જીઆઇડીસી પોલીસ મથકમાં બીરબલ વિરૂદ્ધ પ્રોહિબિશન ગુનાઓ નોંધાઇ ચૂક્યા છે. બીરબલ અને તેના ભાઈ જીજ્ઞેશના ઝગડામાં પોલીસ કાર્યવાહી કરી રહી હતી ત્યારે જ પોલીસ મથકના ઇનવે રૂમમાં પોલીસકર્મી પોપટભાઈ પર હુમલો કરવામાં આવ્યો હતો.
બીરબલની શોધખોળ હાથ ધરવામાં આવી હુમલાની ઘટના બાદ વટવા જીઆઇડીસી, વટવા અને મણિનગરના પોલીસ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી હુમલાખોર બીરબલની શોધખોળ હાથ ધરવામાં આવી છે. બીરબલ વિરૂદ્ધ વટવા જીઆઇડીસી પોલીસ મથકમાં ગંભીર કલમો સાથે ફરિયાદ નોંધાઈ છે. ત્યારે હવે બીરબલ કેટલો સમય પોલીસથી નાસતો ફરશે રહેશે તે જોવાનું રહ્યું. A man attacking a policeman in GIDC police station , GIDC police station Vatva Ahmedabad , Prohibition offenses against Birbal